એક્સેલ ક્રોપ કેર લિમિટેડ દ્વારા યોજાયેલ તરૂણ વિકાસ શિબિરના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન પારૂલબેન શેઠ (શૈશવ સંસ્થા), એ.જી. મહેતા (જી.એમ. એક્સેલ ક્રોપ કેર લિમિટેડ), એચ.બી. સૈની (ડીજીએમ એચ આર એન્ડ એડમીન) તથા આમંત્રિત મહેમાનો વગેરેની ઉપસ્થિતિમાં યશવંતરાય નાટ્યગૃહમાં શિબિરાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો. જેમાં શિબિરાર્થીઓ દ્વારા, યોગ્ય, વ્યારામ, નાટક, ડિઝાસ્ટરના પ્રયોગો, ડાન્સ, રાસગરબા વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી તથા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટસનું પ્રદર્શન રાખવામાં આવેલ. કાર્યક્રમમાં શિબિરાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને હર્ષદભાઈ પ્રાદેશીક લોક વિજ્ઞાનની ટીમ, કૌશલભાઈ ડોડીયા (ઈસ્કોન ક્લબ), લક્ષ્ય એકેડમી વિજયભાઈ, ભવ્યેશભાઈ આચાર્ય, દેવાંશીબેન પરમાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.