પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

196

પાલીતાણા કોર્ટના ન્યાયાધીશોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું
પ્રાથમિક શાળાઓમાં હાલમાં ૨૧ દિવસનું વેકેશન જાહેર થયું છે. ત્યારે પાલીતાણા કાનૂની સેવા સમિતિના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવાં કલા અને કૌશલ્ય માટે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં ૧૦૦ વધુ બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની કળાના હુન્નરને પ્રદર્શિત કરી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો અને ભાગ લેનાર તમામ બાળકોને પાલીતાણા કોર્ટના સભ્યોએ પ્રોત્સાહિત કર્યા હતાં. પાલીતાણા કોર્ટના જજઓ હાજર રહી અને બાળકોને આવતીકાલના ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ, પ્રથમ સત્રનો છેલ્લો દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે બાળકોએ પૂર્ણ કર્યો હતો અને તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે કોર્ટના જજ સહિત રજસ્ટ્રાર અને સમગ્ર કોર્ટ પરિવારનો આભાર શાળાના આચાર્ય દ્વારા માનવામાં આવ્યો હતો.

Previous articleભાવનગર ખાતેના બી.એ.પી.એસ. મંદિર ખાતે પૂજા- અર્ચના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
Next articleરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી