ફેદરા પાસે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત મહિલાનું કરૂણ મોત

1183
guj652018-4.jpg

બગોદરા-ધંધુકા હાઈવે ઉપર આવેલ ફેદરા ગામ પાસે એસ.ટી.બસ અને એસન્ટ કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ જયારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા ફેદરા તેમજ ધંધુકા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી હિરલ પરમાર,હર્ષદભાઈ મુલાણી અને પાયલોટ સહદેવસિંહ ગોહિલ,હરેશભાઈ જીણીયા ધ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા ધંધુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
આ બનાવ અંગે ધંધુકા પોલીસ મથકમાંથી ગમખ્વાર અકસ્માતની મળતી વિગત અનુસાર બગોદરા-ધંધુકા હાઈવે ઉપર આવેલ ફેદરા ગામ પાસે તા.૦પ/૦પ/ર૦૧૮ ના રોજ સવારના ૭ઃ૪પ વાગ્યાના અરસામાં ધંધુકા તરફથી જઈ રહેલ બોટાદ-દાહોદ એસ.ટી. બસ નં.જી.જે. ૧૮-ઝેડ-ર૩પ૪ અને બગોદરા તરફથી આવી રહેલ એસન્ટ કાર નં. એમ.એચ .-૦૪-ડી.વાય.-ર૦૮પ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલ મુસાફરોની ચીચીયારીયોથી વાતાવરત દ્રવી ઉઠયુ હતુ અને કારમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ગંભીર લોહીયાળ ઈજાઓ પહોંચી હતી જેમાં એક મહિલા પ્રભાબેન કિશોરભાઈ ઘાડીયા ઉ.વ.૪૦ રહે.નિકોલ, અમદાવાદનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ જયારે કિશોરભાઈ પાતાભાઈ ઘાડીયા ઉ.વ.૪પ, નયનાબેન જયસુખભાઈ ઉ.વ.૩૯,  મીત જયસુખભાઈ ઉ.વ.૧૩ રહે.તમામ નિકોલ,અમદાવાદને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે બે એમ્બ્યુલન્સ ધંધુકા અને ફેદરા ઈમરજન્સી ૧૦૮ ધ્વારા સારવાર અર્થે ધંધુકાની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયારે મૃતક મહિલાનું પી.એમ.ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યુ હતુ.આ બનાવ અંગે ધંધુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
અમદાવાદનો પરિવાર તા.૦પ/પના રોજ ખીજડીયા મુકામે પ્રસંગોપાત જઈ રહયો હતો ત્યાં રસ્તામાં ફેદરા ગામ નજીક બસના ચાલક ધ્વારા ટકકર મારતા કરૂણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું કમકમાટીભર્યુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ જયારે ત્રણને લોહિયાળ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધંધુકા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Previous articleએક્સેલ દ્વારા તરૂણ વિકાસ શિબિર યોજાઈ
Next articleકુડાના દરિયે મિત્રો સાથે ન્હાવા ગયેલ યુવાન ડુબ્યો