ભાવ. યુનિ.ના ૩૩૧ જેટલા વિદ્યાર્થીઓની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં પસંદગી થઇ

123

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે ગઇકાલે શુક્રવારે પ્લેસમેન્ટ સેલ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ લિન્કેજ સેલ દ્વારા જીવીકે ઇએમ આરઆ્રૂ૧૦૮) સર્વિસ સાથે કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાવ. યુનિ.ના બીએસસી અને એમએસસીના ૪૪૪ જેટલા રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યાં હતા અને તે પૈકી ૩૩૧ જેટલા ઉમેદવારોની ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે પસંદગી કરવામાં આવી છે તેમ ભાવ. યુનિ.ના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ માહિતી આપી હતી. એક જ દિવસે એક જ સ્થળે એક સાથે એક યુનિ.ના ૩૩૧ ડિગ્રીધારકોની જીવીકે ઇએમઆરઆ્રૂ૧૦૮) સર્વિસ માટે પસંદગી થયાનું આ એક યાદગાર આયોજન હતુ. ભાવ. યુનિ.માં કેમ્પસ ઇન્ટરવ્યૂ વેળાએ જીવીકે ૧૦૮ની સેવાના સૌરાષ્ટ્રના વડા ચેનતભાઇએ આ સેવાની માહિતી આપી હતી. આ ઉપરાંત ભાવ. યુનિ.માં અગાઉ પસંદગી પામેલા ૩૨ જેટલા વિદ્યાર્થીઓની સરાહના કરી હતી. ગઇકાલે સવારથી સાંજ સુધી ચાલેલી પસંદગી કાર્યવાહીમાં વિવિધ ૮ ટીમો દ્વારા ૪૪૪ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. આ માટે ડો.ઓમ ત્રિવેદી, પ્લેસમેન્ટ સેલના એસ.આર.દ્વિવેદી, ડો.ઇન્દ્ર ગઢવી, જે.એમ.બદીયાણી, બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલા યુનિ.ના વિદ્યાર્થીઓ નવા વર્ષથી ૧૦૮ સર્વિસીસમાં પેરા મેડિકલ સ્ટાફ તરીકે એટલે કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવશે.

Previous articleભાવ. રેલવે ડિવિઝનમાં “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત વેબિનારનું આયોજન
Next articleઐશ્વર્યા પોતાના મહેનતથી સફળતાની સીડી ચઢી : શ્વેતા