વોશિંગ્ટન, તા.૩૦
અમેરિકાના શ્રમ મંત્રાલયના બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક દ્વારા બહાર પડતી ઓક્યુપેશનલ આઉટલૂક નામના પુસ્તકના આધારે યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે અગાઉ એવું અર્થઘટન કર્યું હતું કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ વાસ્તવમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશનની કેટેગરીમાં આવી શકે નહીં. તેના આ અર્થઘટનના કારણે જ અમેરિકાની આઇટી કંપનીઓની એચ-૧બી વીઝા માટેની અરજીોને નકારી કાઢવામાં આવી હતી અને તેઓ જરૂરી આઇટી નિષ્ણાતોની નિમણૂંકો કરી શકી નહોતી.અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલના સિનિયર એટર્ની (બીઝનેસ ઇમિગ્રેશન) લેસ્લિ ડેલોને કહ્યું હતું કે આ સમાધાન ખુબ જ મહત્વનું છે કેમ કે તેના કારણે અમેરિકાની સેંકડો ટેકનોલોજી કંપનીઓને જરૂરી વિદેશી માનવશ્રમ ઉપલબ્ધ થઇ શકશે.અમેરિકાના એચ-૧બી વીઝા લઇને અમેરિકા જઇ ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય આઇટી પ્રોફેશ્નલોનું સ્વપ્ન સાકાર થવું હવે વધુ સરળ બન્યું છે કેમ કે અમેરિકાની સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ માર્કેટ રિસર્ટ એનાલિસ્ટને અત્યાર સુધી સ્પેશિયાલિટી ઓક્યુપેશન (વ્યવસાય) તરીકે માન્ય રાખતી નહોતી જેના કારણે એચ-૧બી વીઝા મેળવવા ઇચ્છતા વિદેશી, વિશેષ કરીને ભારતીયો માટે આ વીઝા મેળવવો ઘણો અઘરો થઇ ગયો હતો પરંતુ હવે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીએ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને સ્પેશિયાલિટી વ્યવ્સાય તરીકે માન્ય રાખવા સંમત થઇ ગઇ હતી જેને અમેરિકાની આઇટી કંપનીઓ માટે એક મોટો વિજય ગણવામાં આવે છે. એચ-૧બી વીઝા એ નોન-ઇમિગ્રન્ટ વીઝા છે જે અમેરિકાની કંપનીઓને થિયરી અને ટેકનીકલ એક્સપર્ટાઇઝની જરૂર હોય છે એવા સ્પેશિયાલિટી ઓક્યુપેશનમાં કામ કરવા વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખવાની મંજૂરી આપે છે. યાદ રહે કે સ્પેશિયાલીટી ઓક્યુપેશન માટે મહદઅંશ ભારત અને ચીનના જ આઇટી પ્રોફેશ્નલો અમેરિકાના એચ-૧બી વીઝા માટે અરજી કરતાં હોય છે. અમેરિકાની મોટાભાગની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં નિષ્ણાત કર્મચારીઓની નિમણૂંક કરવા તેના ઉપર આધાર રાખે છે. અમેરિકાની આઇટી કંપનીઓ અને યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ વચ્ચે નોર્ધન કેલિફોર્નિયા સ્થિત ફેડરલ કોર્ટમાં સમઆધાન થયું હતું કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને હવેથી સ્પેશિયાલિટી ઓક્યુપેશન તરીકે માન્ય રાખવામાં આવશે. આ સમાધાન બાદ યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ કંપનીઓ માટે એચ-૧બી વીઝા આપવા તેઓ દ્વારા કરાયેલી અને બાદમાં નકારી કાઢવામાં તમામ અરજીઓને નવેસરથી ઓપન કરશે.