તમામ વેપારીઓને ત્યાં ધોમ ખરીદી નિકળતા વેપારીઓ ખુશઃ વેપારીઓની દિવાળી સુધરી
ગોહિલવાડમાં દિપોત્સવ પર્વની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે આ મહાપર્વે પૂર્વે ભાવનગર શહેરમાં ખર્ચ-ખરીદી માટે અલગ અલગ બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડતા વેપારી વર્ગ ખુશ ખુશાલ જણાઈ રહ્યાં છે.
ધનતેરસ દિવાળી બેસતું વર્ષ સહિતના પર્વોની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ પર્વોને યાદગાર બનાવવા ભાવેણા વાસીઓ જાણે કોઈ કસર બાકી નથી રાખવા માંગતા અને શહેર તથા જિલ્લામાં આવેલા વિવિધ વ્યવસાયી એકમોમાં વેકેશન સાથે દિવાળીઓની રજાનો દૌર શરૂ થતાં ભાવનગરીઓ પગાર-બોનસ ના નાણાં સાથે સહ પરિવાર ખરીદી માટે શહેરમાં ભારે ભીડ જમાવી રહ્યાં છે
આજરોજ દિવાળી ના પર્વ આડે છેલ્લો રવિવાર હોય જેને પગલે સવારથી જ બજારોમાં લોકો ની ભીડ શરૂ થઈ હતી અને મોડી રાત સુધી લોકો નો ઘસારો યથાવત જોવા મળ્યો હતો લોકો એ બજારમાં કપડાં થી લઈને વિવિધ વસ્તુઓ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ સહિતની વસ્તુઓ ની મનમૂકી ને ખરીદી ઓ કરતાં નઝરે ચડ્યાં હતાં “કોરોના” મહામારી ને પગલે છેલ્લા બે વર્ષ દરમ્યાન મહા પર્વોની ઉજવણી નહિવત જોવા મળી હતી પરંતુ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી મહામારી સંપૂર્ણ પણે કાબુમાં હોય અને પરિસ્થિતિ થાળે પડી હોય આથી લોકો નો ઉત્સાહ બેવડાયો છે અને દિપોત્સવ નૂતનવર્ષ સહિતના તહેવારો ને યાદગાર બનાવવા લોકો એ છેલ્લા એક માસથી તૈયારીઓ શરૂ કરી છે આ વર્ષે તુલસી વિવાહ એટલે કે દેવ દિવાળી બાદ લગ્ન લગ્નાદી પ્રસંગોની સિઝન પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે મહામારી ના સમયમાં સરકારી નિયમો; પ્રતિબંધો ને પગલે લોકો એ લગ્નોત્સવ જેવા પ્રસંગો મોકૂફ રાખ્યાં હતાં અને યોગ્ય સમયની રાહ માં ત્યારે હવે મહામારી ની ત્રીજી લહેરની શકયતા નહિવત હોય આથી આવનારા દિવસોમાં લગ્નની સિઝન પણ પુર બહારમાં ખીલવા સાથે ઐતિહાસિક બની રહેશે આથી જે જે પરિવારોના આંગણે દેવદિવાળી બાદ તુરંત લગ્ન પ્રસંગો ની તારીખો લીધેલી છે એ પરિવારો દ્વારા પણ દિવાળી સાથે પ્રસંગોની તૈયારીઓ પણ શરૂ કરી છે અને હાલમાં પ્રસંગ અનુરૂપ ખરીદીઓ કરી રહ્યાં છે.