ભાજપ સરકારે ભર ઉનાળે પ્રજાને ગુમરાહ કરવા માટે વધુ એક નાટક રજુ કર્યું છે. સુજલામ સુફલામ યોજના હેઠળ રાજયભરના નાના-મોટા જળાશયોને ઉંડુ ઉતારવાનું કાર્ય જેમાં ભાવનગર શહેર મધ્યે આવેલ ગૌરીશંકર સરોવરનો પણ સમાવેશ કર્યો છે. પરંતુ તંત્ર નકકર કામગીરીના બદલે પ્રજાને ઉઠા ભણાવી સમય- પૈસા તથા પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરી રહ્યું છે.
શહેરના બોરતળાવ ખાતે થોડા દિવસ પુર્વે સુજલામ- સુફલામ યોજના- જળ સંગ્રહ અંતર્ગત રાજયકક્ષાના મંત્રીઓ ધારાસભ્ય, સાંસદ સભ્ય, મેયર સહિતના અગ્રણીઓની બહોળી હાજરી વચ્ચે વિશાળ વાહનો જેસીબી મશીનોની ફૌજ વચ્ચે ભુમિ પુજન બાદ બોરતળાવને ઉંડુ ઉતારવાની લોક ભાગીદારી થકીની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સિન માત્ર ભ્રામક પ્રચાર અને પ્રજા પાસેથી સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટેનો હંમેશ મુજબ સાબિત થયો છે.
પ્રથમ દિવસે દર્શાવેલ સાધનો બીજા દિવસે અંર્તરધ્યાન થઈ ગયા તંત્રએ પણ જણાવીયુ કે જે ખેડુતોને કાંપની જરૂર હોય એ સ્વખર્ચે પોતાના સાધનો સાથે આવી બોરતળાવ માંથી ખોદી લઈ જાય..! આ છે સાચી વાસ્તવિકતા પરંતુ આ તકનો ભરપુર લાભ લેવા વાળા મોકો ટાંપીને તૈયાર જ બેઠા છે. માથાભારે ખનીજ ચોરો બોરતળાવ મધ્યે ડેરા-તંબુ તાણ્યા છે અને માટી મેળવવા ઈચ્છુક ખેડુતો પાસેથી મો માગ્યા નાણા વસુલી સરકારી યોજનાનો ધીંકતો ધંધો માંડ્યો છે. સમગ્ર બાબત અંગે તંત્રને પુછતા જવાબદાર અધિકારીઓએ જણાવ્યું કે ૩ જેસીબીની મદદ વડે બોરતળાવની બોર્ડર લાઈનથી તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે પ્રજાજનો વિચાર કે બોરતળાવમાં બોર્ડર લાઈન પર ખોદકામ થકી જળ સંગ્રહ થાય કે પછી વચ્ચો વચ્ચ ખોદકામ થકી?!