નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ના “પાન ઇન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીય કેમ્પેઇન” અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અધ્યક્ષ શ્રી આર. ટી. વાછાણીના માર્ગદર્શનથી અને ભાવનગર રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના સહયોગથી રેલવે મેજિસ્ટ્રેટ શ્રી અરૂણ સોની દ્વારા બોટાદ રેલવે સ્ટેશન ખાતે કાનૂની સાક્ષરતા અને મુસાફરોના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ ફેલાવી શિવિર યોજીને “સ્વતંત્રતાના અમૃત મહોત્સવ” ની ઉજવણી કરાવામાં આવી હતી. આ કેમ્પમાં રેલવેની મહિલા મુસાફરોને પણ તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવી હતી. કેમ્પમાં મુસાફરોને માસ્ક, સેનિટાઇઝર અને પાણીની બોટલનું વિતરતણ કરવામાં આવ્યું હતું અને તેઓને મુસાફરી દરમિયાન કોરોના ગાઇડલાઇન્સનું ગંભીરતાથી પાલન કરવા વિનંતિ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન મુસાફરોના મોબાઇલમાં “લીગલ સર્વિસ મોબાઇલ એપ” ડાઉનલોડ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં રેલવે કોર્ટ સ્ટાફ, એડવોકેટ, ટીટીઇ, આરપીએફ અને જીઆરપીના સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેનમાં બેઠેલા ૧૦૦૦-૧૨૦૦ મુસાફરોને મફત કાનૂની સહાય અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.