પર્યાવરણ ગતિવિધિ ભાવનગર જિલ્લા દ્વારા પંચ પરમેશ્વરી ઘરને આંગણે અભિયાન વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ના માર્ગદર્શન નીચે શરૂ કરવામાં આવ્યું છે જેમાં તુલસી, અરડુસી,કુંવારપાઠું,ગળો અને હાડસાકળ આ પાંચ વનસ્પતિ દરેક ઘરે ઘરે પહોંચે અને આપણી ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદનુ જે મહત્ત્વ છે તે લોકો સમજે અને ઘરે જ ઉગેલી ઔષધિઓનો ઉપયોગ કરે અને પોતાનું પોતાના પરિવારનું આરોગ્ય વધુ તંદુરસ્ત બને તે માટે પંચ પરમેશ્વરી ઘરને આંગણે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
હાલ,આ પાંચ વનસ્પતિ દરેક ઘર સુધી પહોંચે તે માટે તેમના રોપાઓ તૈયાર કરવાની કામગીરી ભાવનગરમાં મોડેલ સ્કૂલ સીદસર, કાળિયાબીડ, શાળા નંબર ૭૬,ભરતનગર વગેરે સ્થળોએ શરૂ છે.પર્યાવરણમાં રસ ધરાવતા તેમજ સેવાભાવી લોકો દ્વારા આ સ્થળ ઉપર શ્રમદાન કરી રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં શા.નં.૭૬ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર જિલ્લાના કાર્યકરો દ્વારા શ્રમદાન કરી અંદાજિત ૧૦૦૦ જેટલા રોપાવો તૈયાર કરવા માટે યોગદાન આપ્યું છે. આ શ્રમદાન કાર્યમાં પર્યાવરણવિદ્ કિશોરભાઈ ભટ્ટ ના માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી અને શહેરના અધ્યક્ષ શ્રી મહેશભાઈ મોરી, જિલ્લાના મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી,શહેરના મહામંત્રી અને શાળા નં.૭૬ ના આચાર્ય ડો.હરેશભાઇ રાજ્યગુરુ,જિલ્લાના સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા? માધ્યમિક ?મંત્રી તરૂણભાઈ વ્યાસ,શહેરના સંગઠન મંત્રી પ્રવીણભાઈ ચુડાસમા, પ્રચારમંત્રી ભરતભાઈ ભટ્ટ તેમજ કાર્યકરો ડો.રણજીતસિંહ ચૌહાણ, માયાભાઈ આહીર, નિલેશભાઈ, વિજયભાઈ સિધ્પુરા ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સદસ્ય શ્રી જાગૃતિબેન ગાંધીએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા.