ભારતે તૈનાત કર્યા ગેમ ચેન્જર અમેરિકન શસ્ત્રો

86

શાંતિ માટે ઘણી વાતચીત થઈ હતી પરંતુ સરહદેથી સૈનિકો અને શસ્ત્રો હટાવવાને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી
નવી દિલ્હી, તા.૩૧
ભારત અને ચીન વચ્ચે સરહદે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ભારત વધારે સતર્ક થઈ ગયું છે. ભારતે હવે ચીન સરહદે યુએસ-મેડ શસ્ત્રો તૈનાત કર્યા છે. યુએસ બનાવટના ચીનૂક હેલિકોપ્ટર, અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર્સ અને રાઈફલ્સ તથા સ્થાનિક બનાવેલા સુપરસોનિક ક્રુઝ મિસાઈલ અને નવી ટેક્નોલોજીથી સજ્જ સર્વેલન્સ સિસ્ટમ ભારતીય લશ્કરમાં સામેલ થશે જેને ઈસ્ટર્ન તિબેટ ખાતે તૈનાત કરવામાં આવી છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં આ શસ્ત્રો વસાવ્યા છે. ચીનના વધતા પ્રભુત્વ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે ડિફેન્સના સંબંધો વધારે મજબૂત બન્યા છે. ભારતીય મિલેટ્રી અધિકારીઓ ગત સપ્તાહે તે વિસ્તારમાં રિપોર્ટર્સના એક ગ્રૂપને લઈ ગયા હતા અને તેમને દેશની નવી આક્રમક ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, બૂટ્‌સ, શસ્ત્રો, દારૂગોળો અને હવાઈ સપોર્ટથી દેશની શક્તિ વધી છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો અત્યારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગત વર્ષે બંને દેશના સૈનિકો વચ્ચે સરહદે થયેલી અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. ચીનના પણ સૈનિકો માર્યા ગયા હતા પરંતુ તેણે પોતાનો આંકડો જાહેર કર્યો નથી. બંને દેશ વચ્ચે શાંતિ માટે ઘણી વાતચીત થઈ હતી પરંતુ સરહદેથી સૈનિકો અને શસ્ત્રો હટાવવાને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. ચીન દ્વારા તાજેતરમાં જ નવો ચાઈનિઝ બાઉન્ડ્રી લો પસાર કરવામાં આવ્યો હતો જેનો ભારતે વિરોધ પણ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે આ નવા કાયદાથી બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ચીન ૧૯૬૨ની જેમ દગો ના આપે તે વાતને લઈને સાવચેત છે. ભારતીય આર્મીની એવિયેશન બ્રિગેડ હાલમાં સાઉથ તવાંગથી ૩૦૦ કિમી દૂર આવે છે. જે ભારતની નવી આક્રમક રણનીતિ છે. ભારતીય એવિયેશન બ્રિગેડ હાલમાં ચિનૂક હેલિકોપ્ટર્સથી સજ્જ છે. જે અમેરિકન બનાવટના લાઈટ હોવિટ્‌ઝર્સ અને સૈનિકોને ઝડપથી હિમાલયના પર્વતોમાં લઈ જઈ શકે છે. ભારત પાસે ઈઝરાયલ બનાવટના એરિયલ વ્હીકલ્સ છે જે રિયલ ટાઈમ પિક્ચર્સ આપી શકે છે. નવી બનાવવામાં આવેલી બ્રિગેડના એક પાઈલટ મનોજ કાર્તિકે જણાવ્યું હતું કે, ચિનૂક ગેમ ચેન્જર છે. તેનાથી ભારતીય લશ્કરને પહેલા ક્યારેય ન હતી તેવી શક્તિ આપે છે. તેના દ્વારા સૈનિકો અને દારૂગોળા તથા શસ્ત્રોને ઝડપથી અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.

Previous articleજમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં Loc પાસે બ્લાસ્ટ : ૨ જવાન શહીદ
Next articleગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિતભાઈ શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા..