બારે માસ પાણીથી ભરાયેલું અને તળાવમાં અનેક દેશી-વિદેશી પંખીઓના કલરવથી સમૃધ્ધ ઐતિહાસિક રાજવંશજોની ભાવેણાવાસીઓની અણમોલ ભેટ સમાન નયન રમ્ય નઝરાણું ગંગાજળીયા તળાવને મહાપાલિકાના સત્તાધીઓની રીનોવેટના નામે ખાલી કરી ઉઝડ બનાવ્યું છે. પરિણામે પ્રાણી-પક્ષી સહિત શહેરીજનો પણ આ તળાવને નિહાળી નિસાસા નાંખી રહ્યા છે.