દિપોત્સવી પર્વની ખરીદીમાં ભાવનગરીઓ ભાન ભૂલ્યાઃસોશ્યિલ ડીસ્ટન્સ-માસ્કનું નામ નિશાન નહીં
ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દિપોત્સવ પર્વની ખર્ચ-ખરીદીઓનો બરાબર માહોલ જામ્યો છે શહેરમાં સવારથી મોડી સાંજ સુધી લોકો ની ચિક્કાર ગીર્દી જોવા મળી રહી છે પ્રકાશપર્વની ખરીદીમાં લોકો મહામારી ને સાવ વિસરી ચુક્યા છે બજારોમાં સોશ્યિલ ડીસ્ટન્સ કે માસ્ક સહિતની કોઈ જ સાવધાની રાખવામાં નથી આવી રહી ત્યારે આગામી દિવસોમાં લોકો ની આ બેદરકારી ની લોકો એ આકરી કિંમત ચુકવવી પડે તો નવાઈ નહીં. ભાવનગરીઓ માટે આજકાલ “કોરોના” ની વૈશ્વિક મહામારી જાણે ભૂતકાળ બની ને કયારેય આવી જ નથી એવો ચિતાર હાલમાં ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે પ્રકાશપર્વ દિપોત્સવ આડે હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે લોકો દર વર્ષની પરંપરા મુજબ શહેરમાં વિવિધ વસ્તુઓ ની ખરીદી માટે સવારથી જ ઉમટી રહ્યાં છે વિશ્વના તજજ્ઞો વારંવાર ચેતવણી આપી રહ્યાં છે કે મહામારી હજું ગઈ નથી દુનિયાના અનેક દેશો આ મહામારી નો હાલના તબક્કે પણ ભારે મુશ્કેલી સાથે સામનો કરી રહ્યાં છે અને કટોકટી પણ યથાવત જ છે. ત્યારે ભાવનગર શહેર-જિલ્લો કોરોના મહામારી ની બે ઘાતક લહેર માથી પસાર થઈ ચૂક્યો છે આ લહેરમા અનેક નિર્દોષ યુવાનો અકાળે મોતને ભેટ્યા હતાં પરંતુ સમય પસાર થતાં સઘન વેક્સિનેશન સાથે તંત્ર ના કડક અસરકારક પગલાઓની ફલશ્રુતિ એ શહેર- જિલ્લો મહામારી માથી મુક્ત થયો છે પરંતુ આ મહામારી નું સંપૂર્ણ અસ્તિત્વ મટ્યુ નથી સમય સમયાંતરે શહેર-જિલ્લામાં એકલ દોકલ કેસ સાથે કોરોના હાજરી નોંધાવે જ છે ત્યારે લોકો હાલમાં જાહેરમાં જે પ્રકારે વર્તી રહ્યાં છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે લોકો સામે ચાલીને ત્રીજી લહેરને આમંત્રણ પાઠવી રહ્યાં છે ત્યારે ભાવનગરીઓએ ભૂતકાળ પરથી ધડો લઈ હાલમાં સાવધાની સાથે પર્વનો આનંદ માણવો જોઈએ.