દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૭૧૮ કેસ નોંધાયા

98

૫૭ ટકાથી વધુ કેસ કેરળમાં : અત્યાર સુધીમાં ૧૦૬ કરોડ ૩૧ લાખ ૨૪ હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે
નવી દિલ્હી, તા.૧
દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૨૫૧૪ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને ૨૫૧ લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૪૮ દિવસના નીચલા સ્તર ૧,૫૮,૮૧૭ પર પહોંચી છે. દેશમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં ૭૧૬૭ નવા કેસ અને ૧૬૭ લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના ૫૦ ટકા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૦૬ કરોડ ૩૧ લાખ ૨૪ હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

Previous articleસેન્સેક્સમાં ૮૩૨, નિફ્ટીમાં ૨૫૮ પોઈન્ટનો મોટો કૂદકો
Next articleસરદારે ચીનને અરિસો દેખાડવાનું કામ કર્યું : રાવત