તાજેતરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે રહેલ સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે વર્ગ-૩ તથા ૪ના વહિવટી કર્મચારીઓ વચ્ચે ‘કર્મયોગી ખેલોત્સવ-ર૦૧૮’ એપ્રિલમાં યોજાઈ ગયો. આ રમતોત્સવનો હેતુ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા કર્મચારીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વધે તે હતો. જેમાં કેરમ, બેડમિન્ટન, ચેસ (શતરંજ) તથા દોરડા કૂદ જેવી રમતો સામેલ હતી. આ રમતોત્સવનો પ્રારંભ તા.૧૦, એપ્રિલના રોજ મેડીકલ કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતે દીપ પ્રાગટ્ય વિધિ ઉપરાંત સરસ્વતી વંદનાથી ડીન ડો.સી.બી. ત્રિપાઠી, અધિન ડીન ડો.એચ.બી. મહેતાની તથા વહિવટી/હિસાબી અધિકારી એ.કે. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ રમતોમાં બેડમિન્ટન મેન સિંગલમાં જયદિપ ધાંધલ્યા, મેન્સ ડબલમાં જયદિપ ધાંધલ્યા તથા સતીષ નડવી, વિમેન્સ સિંગલમાં કોમલ વાઘેલા તથા ડબલ્સમાં કોમલ વાઘેલા તથા દર્શના જાની, કેરમ મેન સિંગલમાં અસ્કાફ ચૌહાણ, ડબલ્સમાં બીપીન વેગડ તથા સંજય ગઢવી તથા વિમેન સિંગલમાં ઉષા બારીયા તથા ડબલ્સમાં ઉષા બારીયા તથા દર્શના જાની, ચેસમાં વિરભદ્ર ચુડાસમા, દોરડા કૂદમાં રમેશભાઈ બારૈયા તથા અસ્મિતા બારૈયા વિજેતા બન્યા છે.