શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર શહેર તથા જિલ્લામાં વિકાસના કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહુર્ત કર્યુ હતુ. તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૭.૯૧ કરોડના ખર્ચે એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ પાસે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ૪૫ એમ. એલ. ડી. એસ. ટી. પી. સીએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરી અને જણાવ્યુ હતું કે રાજ્યની સરકાર શહેરી વિસ્તારમાં પાણી ની પુરતી સગવડ આપવા પ્રતિબદ્ધ છે આજે આ પ્લાન્ટનું લોકાર્પણ થવાથી આ પ્લાન્ટ થકી કંસારાનું અને ગટરનું પાણી શુદ્ધ થશે ગંદા પાણીનો નિકાલ અને તેને શુદ્ધ કરવામાં આવશે આ પાણી ઉધોગગ્રુહોને આપવામાં આવશે પાણીની બચત થશે ખાતરનું ઉત્પાદન થશે. તેમણે જળ અભિયાન-૨૦૧૮ સંદર્ભે ઉલ્લેખ કરી પાણીનો કરકસરપુર્ણ ઉપયોગ કરવા અને જળસંચય અભિયાનમાં સહ્યોગ આપવા હાંકલ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન, મેયર નિમુબેન, કમિશ્નર એમ. એ. ગાંધી, નાયબ મેયર મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ સહિત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ શહેરના અગ્રણી નગરજનો તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે કરચલીયાપરા ખાતે ડ્રેનેજના કામનું પણ જાત નિરીક્ષણ કર્યુ હતુ આ વેળાએ મ્યુ. કોર્પોરેશના અધિકારીઓ પદાધિકારીઓ તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર તાલુકાના અધેવાડા ગામે ફૂલસરીયા હનુમાન સુધીના રસ્તાનું ખાતમુહુર્ત કર્યુ હતુ આ રસ્તો રૂપિયા ૪૩.૬૨ લાખના ખર્ચે નજીકના સમયમાં નિર્માણ પામશે તેથી લોકોને આવવા જવા માટેની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન, જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ તથા સરપંચ લાલુભા સરવૈયા, ગ્રામ પંચાયતના સભ્યો તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.