ભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું

290

રોશની પર્વ દિપાવલી આડે હવે એક જ દિવસ શેષ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર માં નાનાં મોટાં તમામ વિસ્તારોમાં આવેલી સરકારી, ખાનગી તથા અર્ધ સરકારી ઈમારતો ને છેલ્લા એક સપ્તાહ થી અદ્યતન રંગબેરંગી રોશનીઓથી ઝળહળતી કરવામાં આવી છે

દરરોજ સાંજ ઢળતાની સાથે શહેરમાં નયનરમ્ય નઝારો સર્જાય છે લોકો સ્પેશ્યિલ રોશની નિહાળવા માટે દૂર દૂર થી શહેરમાં આવે છે દિપોત્સવ-નૂતનવર્ષ પર્વ અન્વયે વર્ષોથી મકાનો દૂકાનો સાથે બહુમાળી ઈમારતો ને રોશનીઓથી શણગારવાનો રિવાજ ચાલ્યો આવ્યો છે ત્યારે હવે દિનપ્રતિદિન ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે વધતા જતા સંશોધનોને પગલે દર વર્ષે અવનવી વેરાઈટીઓ નો ખજાનો માર્કેટમાં વેચાણ માટે આવે છે એક સમયે લેઝર લાઈટ ડેકોરેશન એ અમીર વર્ગની ઓળખ ગણાતી હતી અને મોંઘી ગણાતી આ સુશોભન ની લાઈટો ખાસ વર્ગ જ ખરીદી કરી વાર-તહેવાર કે પ્રસંગોપાત જાહેરમાં સજાવતા હતાં પરંતુ આજકાલ ગરીબ વર્ગના લોકો પણ આ લાઇટિંગ ડેકોરેશન ખરીદી સુશોભન માં સજાવી શકે એ હદે પ્રાપ્ય છે શહેરમાં હાલમાં જે રંગબેરંગી રોશનીઓની ઝાકમઝોળ જોવા મળે છે એ ખરેખર નિહાળવા લાયક નઝારો છે.

Previous articleમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત
Next articleવિના વરસાદે બોરતળાવ ત્રીજી વખત છલકાયુ