ભીકડા કેનાલમાં સંગ્રહ કરવામાં આવેલ વરસાદી પાણીનો આયોજન પૂર્વક ઉપયોગ કરતાં ગૌરીશંકર સરોવર છલોછલ
ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહર-જાજરમાન ઘરેણું એવું ગૌરીશંકર સરોવર(બોરતળાવ) ચોમાસું પૂર્ણ થયાં બાદ વિના વરસાદે સતત ત્રીજી વખત છલકાતાં ભાવેણા વાસીઓમા ખુશી વ્યાપી છે.ભાવનગર શહેર-જિલ્લામાં વર્ષ ૨૦૨૧ નું ચોમાસું પૂર્ણ થયે ખાસ્સો સમય વિત્યા બાદ પણ લગાતાર ત્રીજી વખત બોરતળાવ અવરફલો થયું છે આજરોજ સવાર ના સુમારે બોરતળાવ ફરી એકવાર અવરફલો થયું હતું વિના વરસાદે પાણી કયાંથી આવ્યું ?અને કેવી રીતે બોરતળાવ ત્રીજી વખત છલકાયુ આ સવાલો શહેરીજનોના મનમસ્તિષ્કમા ઘૂમી રહ્યાં છે આ અંગે ખુલાસો કરતાં મહાનગરપાલિકા ના કાર્યપાલક ઈજનેર દેવમોરારી એ જણાવ્યું હતું કે આજથી વર્ષે પૂર્વે ભાવનગર સ્ટેટના નેક નામદાર પ્રજા વત્સલ મહારાજા ની દિર્ઘ દષ્ટી ને પગલે બોરતળાવ વગર વરસાદે અવરફલો થયું છે મહારાજા એ પોતાના શાસન કાળમાં વિદેશી કાર્યકુશળ ઈજનેરની ટીમ બોલાવી બોરતળાવ ની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાવી હતી જેમાં બોરતળાવ ઉપરવાસ હેઠળના ૨૭ થી વધુ ગામોનુ પાણી ભીકડા ગામની સીમમાં આવેલ કેચમેન્ટ એરીયામા ભરાય છે અને જરૂર પડ્યે બોરતળાવ કેનાલ તથા માલેશ્રી નદીમાં વહાવી શકાય એવી અદ્યતન ટેકનોલોજી સાથે ભીકડા કેનાલ બનાવી હતી વરસાદ બંધ થયે કેનાલમાં આવક શરૂ રહી હતી આથી તાજેતરમાં બોરતળાવ ની જળ સપાટી ઘટતાં તંત્ર દ્વારા ભીકડા કેનાલ માથી પાણી કેનાલમાં છોડાતા બોરતળાવમા પાણી ની આવક થતાં બોરતળાવ ફરી છલકાયુ છે હાલમાં ભીકડા કેનાલમાં વિશાળ જળ રાશિ ઉપલબ્ધ છે આથી આગામી દિવસોમાં જરૂર જણાયે ફરી કેનાલમાં પાણી છોડાશે અને બોરતળાવ અવરફલો યથાવત રાખવામાં આવશે આજે સવારે ૬ઃ૧૫ કલાકે બોરતળાવમા પાણી ફલક સપાટી વટાવી દરવાજા બહાર વહેતા મોર્નિંગ વોક માટે નિકળેલા લોકો છલકાતા બોરતળાવ નો નઝારો નિહાળવા એકઠાં થયા હતા.