મોરલીધર દાદાના મંદિરે ધ્વજારોહણ સમારોહનું કરાયેલું ભવ્ય આયોજન

379

ગોહિલાડ રાજપૂત સમાજ ભાવનગર અને યુવા શકિત ઞૃપ પચ્છેગામના સંયુક્ત ઉપક્રમે મોરલીધરદાદાના મંદિર ધ્વજારોહણ અંતગર્ત સમારોહ તા. ૨/૧૧ના સવારના ૧૦-૧૫ કલાકે સ્વામિનારાયણ મંદિર ની વાડીના પટાંગણમાં ગોહિલવાડ રાજપૂત સમાજ ના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ ના અધ્યક્ષસ્થાને અને અતિથિવિશેષ યુવરાજસાહેબ જયવિરસિહજી ઓફ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિહ ગોહિલ કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર મહિપતસિંહ ચાવડા, આર્શીવચન પાઠવવા પધારેલ શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્ર્‌વર સંત રમજુ બાપુ વાંકીયા હનુમાન મહંત રવુબાપુ સુરતથી પધારેલ પ્રધ્યુમનસિહ જાડેજા અને તેમની ટીમ, ગોહિલવાડ રાજપૂત સમાજ ના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, રૈવતસિહ ગોહિલ, અજીતસિંહ વાજા, બળદેવસિહ ગોહિલ, ભાવનગર તાલુકા રાજપૂત સમાજ ના પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, ઉમરાળા તાલુકા રાજપૂત સમાજ ના કીર્તિસિંહ ગોહિલ ગોહિલવાડ રાજપૂત સમાજ ના મંત્રી શ્રી અરવિંદસિંહ જાડેજા પુર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે તેમજ સ્થાનિક યુવાશક્તિ ઞૃપના આમંત્રણ ને માન આપીને પધારેલ બહોળી સંખ્યામાં ભાઈઓની વિશેષ ઉપસ્થિતિ માં યોજાઈ ગયેલ. સમારોહની શુભ શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો ને વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. પ્રાર્થના શ્રી વિક્રમસિંહ ચુડાસમા ( ધોલેરા )દ્વારા રજુ કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન શ્રી અજીતસિંહ ગોહિલ મહામંત્રી શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ કોરોના મહામારી દિવંગત થયેલાઓને મૌનાજંલિ અર્પવા આવેલ ત્યારબાદ ગોહિલ વંશવૃક્ષ તૃતિય આવૃતિ અંગે ઈતિ થી અંત સુધીની માહિતી શ્રી બળદેવસિહ ગોહિલ દ્વારા આપવામાં આવેલ. ગોહિલ વંશવૃક્ષ ત્રીજી આવૃત્તિ નું વિમોચન સમારોહ અધ્યક્ષ વાસુદેવસિંહ ગોહિલ, નેક નામદાર યુવરાજસાહેબ જયવિરસિહજી ઓફ ભાવનગર ૧૦૦૮ મહામંડલેશ્વર સંત રમજુ બાપુ ના હસ્તે કરવામાં આવેલ . ત્યારબાદ સન્માન નો દોર હાથ ધરતા આજના સમારોહ ના ભોજનના દાતા પ્રધ્યુમનસિહ પ્રદિપસિહ દિલુભા ગોહિલ (પચ્છેગામ) હાલ સુરત બળદેવસિંહ નટવરસિંહ ગોહિલ (મેઘવદર) સંતગણ રમજુ બાપુ રવુ બાપુ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન પુરસ્કારના માટે અભિયાન ચલાવતા જિજ્ઞેશભાઈ કંડોળીયા ને શાલ પૃષ્પગુચ્છ અને ફોટો ગ્રાફસ અર્પણ કરી પ્રમુખ શ્રી વાસુદેવસિંહ ગોહિલ અને યુવરાજ સાહેબ જયવિરરાજસિહ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. ઉદબોધન દોર શરૂ કરતા ભાવનગર યુનિવર્સિટી ના કૃલપતિ મહિપતસિંહ ચાવડા, નેક નામ, યુવરાજ સાહેબ જયવિરરાજસિહ , આર્શીવચન સંતશ્રી રમજુ બાપુ, .સુરતથી પધારેલ શ્રી પ્રધ્યુમનસિહ જાડેજા, અને અધ્યક્ષીય પ્રવચન વાસુદેવસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ. આભાર વિધી પચ્છેગામ ના વતની અને ક્ષત્રિય મહાસભા ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ ગોહિલ મહામંત્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવેલ. સમારોહ બાદ સમય થતાં મોરલીધરદાદા મંદિરે શાસ્ત્રોકત વિધિ અનુસાર ગોહિલવાડ ના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને યુવરાજ સાહેબ જયવિરરાજસિહના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવેલ અને આરતી નો લાભ લઇ ઉપસ્થિત સર્વે પ્રસાદ ગ્રહણ કરી વિસર્જન થયેલ.

Previous articleવિના વરસાદે બોરતળાવ ત્રીજી વખત છલકાયુ
Next articleદિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી આવી : અભિનેત્રી સુષ્મિતા