સિહોરના સર ગામે આવેલ મેલડીમાતા મંદિરે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે સમગ્ર સૌરાષ્ટ્રના આસ્થાનું પ્રતિક સિહોર તાલુકાના સર ગામે નજીક આવેલ રામપરા મેલડીમાતા મંદિર ખાતે વર્ષોથી લાઈટની વ્યવસ્થા ન હતી હજ્જારો શ્રધ્ધાળુની અવરજ્વર રહે છે જ્યાં લાઈટ સુવિધા ન હતી મંદિર પૂજારી અને ગામના આગેવાનોએ પાલીતાણા ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડને રજુઆત કરી હતી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડના પ્રયત્નો સખ્ત મહેનત રંગ લાવી છે અને રામપરા મેલડીમાતા મંદિરે તંત્ર વિભાગ દ્વારા એક અલગથી ટીસિ મૂકીને ૨૪ કલાક લાઈટ સુવિધા કરી આપી છે ત્યારે આજે મંદિર પૂજારી અને કર્તાહર્તાઓ દ્વારા ધારાસભ્ય પ્રવીણ રાઠોડ અને આગેવાનોને મંદિર ખાતે ફૂલહારથી સન્માનિત કરીને આભાર વ્યક્ત કર્યો હતો.