લક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ
ઘેર આનંદની વર્ષા થઇ રે લોલ
સહિયર,લક્ષ્મીજી આવ્યા મારે આંગણે રે…લોલ…
લક્ષ્મીજી,સરસ્વતીજી ને
ગૌરીજી ગણેશજી સંગ
અમારા આંગણા આવી દિપાવ્યા,અતિથિ બનીને આવીયા રે લોલ…
ધનતેરસનો દિવસ માને ભાવતો,માડી ભક્તો સંગ ખેલતી ચંચળતાના ખેલ ખેલાવતા માડી…
અતિથિ બની લક્ષ્મીજી મારા આંગણે આવ્યા રે લોલ…
જય લક્ષ્મી મૈયા નારાયણ પ્રિયા,લાલફૂલને સાકરિયો કંસાર તમને ભાવી ગયેલા
જે કોઈ તમને મનથી,પૂજે રિઝાઈ જાતા મહાલક્ષ્મી…
આખાય જગતનું પાલન પોષણ આપને નારાયણ કરતાં
લક્ષ્મીજી મારા આંગણે
અતિથિ બની આવ્યા રે લોલ…
ધનતેરસ તમારો દિવસ કહેવાતો,શુક્રવાર તમારો પ્રિય વાર,જેની પર આપની મીઠી નજર હોતી,તેના ઘરે ધન,સુખ સમૃદ્ધિ ન ખૂટે,માડી દયાળી,કૃપાળી દરિદ્રતા ભગાવે,જ્યાં કરતી આપ વાસ,મારા આંગણે લક્ષ્મી માડી આવ્યા રે લોલ…
ધન ધાન્યથી ઘર ભરેલું રહે,
તમારા રાજમાં કોઈ ભુખ્યુ ન સુવે,મારા ભાગની ખુશી જરૂરિયાત મંદની ઝોળીમાં ભરજે,એવા ઘરમાં માડી તુ પગલાં પાડજે,જેના
કોઇ દુનિયામાં સકન ન લેતું. હોય,કોઈવાર આ સંતાનની આ અરજ સુનજે માડી,મેં તો આનંદે માનું સામૈયું કર્યું રે લોલ…
લક્ષ્મી,સરસ્વતી,ગૌરીજીને ગણપતિજી એ મંદમંદ હાસ્ય થકી મન મોહ્યુ રે લોલ…
હૈયે હરખ આંસુ બની છલી વળ્યો રે લોલ….
મારા આંગણે લક્ષ્મીજી,સરસ્વતી,ગૌરીજી,
ગણેશજીને સંગ લાવ્યા રે લોલ…. – શૈમી ઓઝા “લફ્ઝ”
કાળીચૌદશઃનમસ્તસ્યૈ નમો નમઃ….
જય કાલી મંગલકારીણી
નમસ્તસ્યૈ નમો નમઃ
કાલીચૌદસ આપનો દિ ગણાતો,
ભક્તોને શક્તિ,બળ
પ્રદાન કરનાર રૌદ્ર શક્તિ
મા કાલિકાયૈ નમસ્તસ્યૈ નમો નમઃ
રૌદ્રશક્તિ કાળી પરમકૃપાળી
ખપ્પર ધારિણી,ત્રિશુળ ધારિણી,
સ્મશાન રહેઠાણ ગણાતું તાંત્રિકોની આરાધ્યા દેવી મહામાયા મહિષાસુરમર્દિની ભૂત ભયંકરી,
કાલિ વિકરાળી
ભક્તોની ભક્તિથી પળમાં રિઝાઈ મનવાંછિત વરદાન આપી સંતૃપ્ત કરનારી શક્તિ
કાલરાત્રી નમોસ્તુતૈ
જય જગતંબા જય મહારાણી
શત્રુને હંફાવી રણમાં રોળી નાંખતી,
લાલ ફૂલ શણગાર તમારો,
જય કાલિ જો કોઈ ભક્ત શુદ્ધ ભાવે પૂજા તમારી કરે,એનાથી
નકારાત્મક શક્તિ થરથર કાપે,
કાલીમાતાના નામ સુની
ભૂત-પિશાચ,રાક્ષસ વેતાળ,
નજીક ન ફરકે,કાળાજાદુ, તાંત્રિક શક્તિની દાતા તુ કહેવાતી…
જય જગતંબા કાલી,મા પાર્વતીની રૌદ્ર શક્તિ,
કંઠે મૂંડમાલા ને કમરે કમરબંદ દાનવોના કરનો શોભે
બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,ઈન્દ્ર અનાદી દેવગણો મહિમા ગાતાં આપની સ્તૃતિ કરતાં ભક્ત ગણ ન થાકે,જય કાલી મૈયા
જય જય કાલી મૈયા….
– શૈમી ઓઝા “લફ્ઝ”