રાજુલા ખાતે આજે આરએફઓ રાજલબેન પાઠક દ્વારા અને ડેપ્યુટી કલેક્ટર ડાભીની અધ્યક્ષતામાં ક્લીન રાજુલા, સ્વચ્છતા રાજુલા ગ્રીન રાજુલાના બેનર સાથે સૌપ્રથમવાર સ્વચ્છતા અભિયાનને લીલીઝંડી આપતા ડેપ્યુટી કલેક્ટર સાથે ગામના તમામ આગેવાનો કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં તેવા એક સંપથી વેપારીઓ, સ્વેચ્છિક સંસ્થાઓની હાજરી રહી હતી.
રાજુલા ખાતે મેઈનગેટ કોટેશ્વર મંદિરથી આરએફઓ રાજલબેન પાઠક દ્વારા અને ડેપ્યુટી કલેક્ટર ડાભીના અધ્યક્ષસ્થાને રાજલબેનને સંકલ્પ સિધ્ધ કરવા ક્લીન રાજુલા, સ્વચ્છ રાજુલા ગ્રીન રાજુલાની તાસીર ફેરવવા અને સૌપ્રથમવાર કોઈ રાજકિય પક્ષો નહીં માત્ર શહેરના આગેવાનો જ સમજી ભાજપ કોંગ્રેસ સાથે મળી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું. જેમાં નગરપાલિકા પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા નગરપાલિકાના તમામ હોદ્દેદારો, ચીફ ઓફિસર રાકેશ પરીખ દ્વારા નગરપાલિકાના વાહનો, જેસીબી, ટ્રેક્ટરો અને સફાઈ કામદારો સાથેની ટીમ સાથે પહોંચી અને ડેપ્યુટી દ્વારા લીલીઝંડી આપી સ્વચ્છતામાં ઘન કચરો પ્લાસ્ટીકની એક પણ થેલીક્યાય ન રહે તેવી ચોક્કસાઈથી ઝુંબેશ હાથ ધરાઈ. જેમાં ઉદ્યોગપતિ મનુભાઈ ધાખડા, દિલુભાઈ વરૂ, હોટલ કોહીનુર રવુભાઈ ખુમાણ, દિલીપભાઈ જોશી, ધીરૂભાઈ ધાખડા, કિસાન સંઘ, વેપારી એસોસીએશન મહામંત્રી બકુભાઈ વોરા, હીરાભાઈ સોલંકી બહાર હોવાથી તેના પી.એ. ચૌહાણભાઈ, દીપભાઈ, લાલભાઈ ધાખડા, રમજાનભાઈ કુરેશી, રસુલભાઈ, વિજયભાઈ વાઘ, રજનીભાઈ જાલોંધરા, પ્રદિપભાઈ રંજોળીયા, પિયુષભાઈ ચાવડાગોર, વિનુભાઈ પરમાર, કરણભાઈ કોટડીયા, એનએસયુઆઈ પ્રમુખ ભીખુભાઈ બારોટ, સમાજ મોભી વિપુલભાઈ લહેરી, અમરૂભાઈ બારોટ, ઉસ્માનભાઈ ઘોરી, ઈરફાન ઘોરી, અશોક સાંખટ સહિત શહેરની તમામ સ્વેચ્છિક સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં સવારથી શહેરનો એક રૂટ લેવાયો. શહેરનો કોઈપણ વિસ્તારમાં કોઈપણ જાતનો કરારો જોવા નહીં મળે અને ખાસ નોંધનિય બાબત રાજલબેનના એક આદેશથી આજે જ પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટ દ્વારા કરાશે. જ્યાં ત્યાં ફેંકવાનો દંડ ૧૦૦ રૂપિયાથી શરૂઆત કરાઈ અને વેપારી ભાઈઓને વિનંતી કરતા રાજલબેન દ્વારા જણાવ્યું કે, દંડ ૧૦૦ હાલ ગૌણ છે પણ અમારા નહીં આપણા આ અભિયાનમાં કોઈપણ દુકાનેથી પ્લાસ્ટીકની થેલીના બદલે કાપડી થેલી ગ્રાહકોને આપવી તે વેપારીઓ માટે જ ખાસ પ્રશિક્ષણ વર્ગની પણ ઘોષણા કરાઈ.