રાજુલા તાલુકા પંચાયતની IRD શાખા દ્વારા માર્ગદર્શન બેઠક યોજાઈ

1087
guj7518-1.jpg

રાજુલા તાલુકા પંચાયત આઈઆરડી શાખાના મિશન મંગલ યોજના અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી મહેતા તેમજ તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસની અધ્યક્ષતામાં માર્ગદર્શક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મહેતાની તેમજ તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસની અધ્યક્ષતામાં મિશન મંગલ યોજનાનાએ એ.પી.એમ. માધવીબેન તેમજ સ્ટાફ દ્વારા સ્ટાફ સાથે આજીવિકા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોર્ડિનેટર કીડેચાભાઈની હાજરીમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મિશન મંગલ યોજના હેઠળ રાજુલામાં આજીવિકા દિવસની ઉજવણીમાં આઈઆરડી શાખામાં ચાલતી ગ્રામ્યલક્ષી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અપાયું તેમજ આ પ્રસંગે બેંક એનીમેટર નિમણુંક ઓર્ડર આપવામાં આરએટી દ્વારા બેન્ક મિત્ર તાલીમ પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજુલા તાલુકાના વિવિધ ગામોથી સખીમંડળની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. 
આ કાર્યક્રમને સફળ બનાવવા માધવીબેન જોશી, પ્રસન્નબેન, વિલાસબેન, વર્ષાબહેન તેમજ હરદિપભાઈ રાઠોડે જહેમત ઉઠાવી કાર્યક્રમ આજીવિકા દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

Previous article રાજુલામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સાફસફાઈનો પ્રારંભ કરાવતું તંત્ર
Next article સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રીએ પાલીતાણાના વિવિધ ગામોની મુલાકાત લીધી