પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. .એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. ભાવનગર,ઘોઘા પોલીસ સ્ટેશનમાં તા.૧૭/૦૫/૨૦૧૮નાં રોજ ફરિયાદી ભનુબેન વા/ઓ જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમાવાળાએ તેનાં પતિ જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા વિરૂધ્ધ પોતાની દિકરીને માર મારતાં મોત નિપજેલ હોવાની ફરિયાદ દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા તા.ઘોઘા જી.ભાવનગરવાળાની ધરપકડ કરવામાં આવેલ. જે અંગેનો કેસ નામ. ચોથા એડી. સેશન્સ જજની કોર્ટ,ભાવનગરમાં ચાલી જતાં આરોપીને તા.૧૩/૦૫/૨૦૨૧નાં રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ. આ ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા,તા.ઘોઘા જી. ભાવનગરવાળા ગઇ તા.૦૭/૦૬/૨૦૨૧ થી તા.૦૬/૦૯/૨૦૨૧ દિન-૯૦ની પેરોલ રજા મેળવી રજા ઉપર છુટેલ. તેઓને તા.૦૬/૦૯/૨૦૨૧ નાં રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તેઓ સમયસર જેલમાં હાજર થયેલ નહિ અને ભાગતાં ફરતાં હતાં. ગઇકાલ રાત્રીનાં સમયે ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં અને પેરોલ રજા ઉપરથી ભાગી ગયેલ પાકા કામનાં કેદી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા,તા.ઘોઘા જી. ભાવનગરવાળા હાલ મામસા ગામે બહુચરમાતાના મંદીરના ચોકમાં હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા ઉ.વ.૪૨ રહે.મામસા,તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.