સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રીએ પાલીતાણાના વિવિધ ગામોની મુલાકાત લીધી

1150
bvn7518-8.jpg

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના  પાલીતાણા તાલુકાના સમઢીયાળા (મુલાણી), ઘેટી, ખાખરીયા ગામે ચાલતા જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કર્યુ હતુ તેમજ શ્રમદાન પણ કરી સાથે રહેલા અધિકારીઓ, પદાધિકારીઓ પાસે પણ શ્રમદાન કરાવ્યુ હતુ.
 સમઢીયાળા(મુલાણી) ગામે તેમણે જણાવ્યુ હતું કે આ ગામનું કંડિયા તળાવ ઉંડુ કરવામાં દરરોજ ૫૦ શ્રમિકો કામ કરી રહ્યા છે નરેગા યોજના તળે દરેક શ્રમિકને રૂપિયા ૧૯૪ શ્રમનું મુલ્ય ચુકવવામાં આવે છે. ૧૭૫૦ ઘનમીટર માટી નીકળશે જે માટી તળાવના પાળા પર નાંખવામાં આવી રહી છે તેમજ જરૂરિયાતવાળા લોકોને વિના મુલ્યે માટી અપાઈ રહી છે. ૨૫૩૬ માનવદિન શ્રમ થકી  ૫.૯૬ લાખ રૂપિયાના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.આ કામ થવાથી તળાવમાં પાણી ૫.૩૬ લાખ લીટર સમાઈ શક્શે પર્યાવરણ સુધરશે ગામના કુવા, બોરના તળ રીચાર્જ થશે. તેમણે નરેગા હાજરીપત્રકની ચકાસણી કરી અને વયસ્થ વિધવા બહેનો પ્રત્યે સંવેદના રાખી હળવુ કામ સોંપવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. આ ગામે ૧૦૦ માણસો હાજર હતા.   ઘેટી ગામે તેમણે જણાવ્યુ હતું કે અહીં તા. ૦૧/૫ થી શરૂ થયેલ તળાવ, ચેકડેમ, અનુશ્રવણ તળાવ ઉંડુ કરવાનું કામ તા. ૦૮/૦૫ ના રોજ પૂર્ણ થશે આ કામ જનભાગીદારી થકી રૂપિયા ૧.૮૦ લાખના ખર્ચે પૂર્ણ થશે. ગ્રામજનોએ જે. સી. બી. આપેલ છે તે તથા ગામના લોકોના ટ્રેક્ટરથી આ કામ પૂર્ણ  થતાં વધુ પ્રમાણમાં જળસંગ્રહ થશે પાણીની સમસ્યા હલ થશે. કુલ ૦૬ હજાર ઘનમીટર માટી નીકળશે જે માટી  તળાવ,અનુશ્રવણ તળાવના પાળા પર નાંખવામાં આવશે અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ ગામે ૫૦ લોકો હાજર હતા. 
ખાખરીયા ગામે તેમણે જણાવ્યું હતું કે આ ગામનું રાખોલીયા તળાવ તથા ચેકડેમ ઉંડો કરવાનું કામ ૧૨ દિવસ ચાલશે જનભાગીદારી થકી રૂપિયા ૧.૮ લાખના ખર્ચે આ કામ પૂર્ણ થશે ગ્રામજનોનું જે. સી. બી. અને ટ્રેકટરો થી અંદાજે ૩૬૦૦ ઘનમીટર માટી નીકળશે તળાવ ઉંડુ થતા તેમજ ચેકડેમની ઉંડાઈ વધતા વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે પાણીની સમસ્યા હલ થશે. આ ગામે ૫૦ લોકો હાજર હતા. મંત્રીએ કુંભણ ગામે ચાલતી સપ્તાહના સ્થળે જઈને ભગવાનના દર્શન કરી અને નતમસ્તક વંદન કર્યા હતા.

Previous article રાજુલા તાલુકા પંચાયતની IRD શાખા દ્વારા માર્ગદર્શન બેઠક યોજાઈ
Next article રાજુલા નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનો પ્રારંભ