વિક્રમ સંવંત ર૦૭૮ કારતક સુદ એકમ બેસતા વર્ષ નિમિત્તે ‘લોક સંસાર’ પરિવારના સૌ વાચક મિત્રો, વિજ્ઞાપનદાતાઓ તથા પરિવાર સાથે સંકળાયેલા તમામ મિત્રો, વડિલોને નૂતનવર્ષની હાર્દિક શુભકામના. આજથી શરૂ થઈ રહેલ નવું વર્ષ સકળ સંસારના લોકો માટે સર્વ પ્રકારે લાભદાયી નિવડે પ્રજાલક્ષી લોકોની લાગણીઓને તમામ વર્ગના લોકો સુધી પહોંચાડવાનું તથા તેમની સમસ્યાઓને વાચા આપી હલ કરવા માટે સદા અગ્રેસર એવા ‘લોક સંસાર’ દૈનિક આવનારા સમયમાં પણ સમાજમાં રહેલ બદીઓ, અન્યાય, કુરિવાજો સહિતના અંધકાર રૂપી પરીબળોને દુર કરી દિપોત્સવના તેજોમય પ્રકાશથી એક ઉજ્જવળ ભવિષ્ય અને સકારાત્મક ઉર્જા લોકો પહોંચે તેવા પ્રયત્નો માટે ‘લોકસંસાર’ અખબાર સતત પ્રયત્નશીલ છે અને રહેશે.
આપણા માનવંતા અખબાર ‘લોકસંસાર’ને વાચકો સહિતના સભ્યો તરફથી જે હુંફ, લાગણી અને સહકાર મળી રહ્યો છે તે માટે હું કાયમ ઋણી રહીશ. આ અસ્ખલીત લોક લાગણીઓનો પ્રવાહ અવિરત વહેતો રહે તેવી અપેક્ષા સાથે ફરી એકવાર તમામ વાચકો તથા ‘લોક સંસાર’ પરિવાર સાથે સંકળાયેલા તમામ લોકોનો હૃદય પૂર્વક આભાર વ્યકત કરવા સાથે ફરીથી તમામને નૂતન વર્ષા શુભકામના પાઠવુ છું.
– એમ.જે.સિદાતર, મેનેજીંગ તંત્રી