ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામોના ખેડૂતો દ્વારા જમીન સંપાદન મુદ્દે ચલાવવામાં આવી રહેલ આંદોલન છાવણીની મુલાકાત પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા તેની ટીમ દ્વારા લઈ આંદોલનને ટેકો જાહેર કરી તમામ સહાયની ખાતરી આપી હતી.
એક માસ કરતા વધુ સમયથી ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામોના ખેડૂતો પોતાની જમીન સંપાદનના વિરોધમાં જંગે ચડ્યા છે અને રાજ્ય સરકાર તથા જીપીસીએલ કંપની સામે આંદોલન છેડ્યું છે. ૩૭ દિવસથી ચાલતા આંદોલનમાં કોંગ્રેસ, જિલ્લા ખેડૂત સમાજ સહિત અનેક સ્વયંસેવી સંસ્થાઓ મુલાકાતે આવી આંદોલનને ટેકો જાહેર કર્યા છે ત્યારે આજરોજ પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તથા સભ્યો દ્વારા આંદોલન છાવણીની મુલાકાત લઈ સંપૂર્ણ ટેકો સાથે જરૂર જણાયે સાથે મળી લડત ચલાવવાની ખાતરી આપી હતી તથા પોતાના આગવા અંદાઝમાં સરકાર પર તથા વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા તથા સરકારની નીતિ-રીતિની આકરી ટીકા કરી હતી.