પ્રેમસબંધની ના પાડતા યુવતી પર છરીના ઘા ઝીંકનાર પ્રેમી ઝબ્બે

122

આરોપી યુવકને સાંજે કોર્ટમાં રજૂ કરશે ભરતનગર પોલીસ : અન્ય બે સાગરીતોને ઝડપી લેવા કવાયત
શહેરના ભરતનગર રોડ પર દેવરાજનગર પાસે ગઇકાલે ભરબપોરે પ્રેમ સબંધ રાખવાની ના પાડતા યુવતી પર આડેધડ છરીઓના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થયેલ આરોપીને ભરતનગર પોલીસે ઝડપી લીધો છે અને રિમાન્ડ માટેની માંગ સાથે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે આરોપીને મદદગારી કરનાર અન્ય બે શખ્સોને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યાં છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરતનગર બ્લોક નં.૫૦૨માં રહેતી કંચનબેન કિશનભાઇ દેવાણી (ઉ.વ.૨૫) નામની યુવતી ગઇકાલે બપોરના સમયે દેવરાજનગર પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ત્રણ શખ્સોએ આવી યુવતી સાથે બળજબરી કરી પ્રેમસબંધ રાખવાનું કહેતા યુવતીએ ના પાડતા એક યુવકે પેટ, ગળા તેમજ હાથ પર છરીઓના ઘા ઝીંકી યુવતીને ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતાં. બનાવ બનતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ જવા પામ્યા હતાં અને પોલીસને જાણ કરાતા તુરંત ભરતનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને યુવતીને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. દરમિયાન યુવતીએ તેની પર સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશી દાઠીયા (રે.સિદસર રોડ, લક્ષ્મીનગગર) વાળાએ પ્રેમસબંધ રાખવાનું કહેતા તેને પ્રેમસબંધની ના પાડતા તેણે, તેના બે મિત્રો અફઝલ અને કાનોની મદદથી છરીઓના ઘા ઝીંકી ઇજા કરી હોવાની ફરિયાદ આપેલ. ભરતનગર પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી મુખ્ય આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશી દાઠીયાની અટકાયત કરી હતી અને આજે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

Previous articleભાવનગરના બોરતળાવ ખાતે પરપ્રાંતીયો દ્વારા પરંપરાગત રીતે છઠ્ઠ પુજા કરવામા આવી
Next articleનવાં વર્ષનાં આરંભે સૌરાષ્ટ અને કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમૌસમી માવઠાની શકયતા