BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે ૫૦૦થી વધુ વાનગીઓથી અન્નકૂટ ઉત્સવ યોજાયો

173

ગોહિલવાડમાં નવી આશાઓ અને ઉમંગ-ઉત્સાહ સાથે નૂતનવર્ષની ઉજવણી કરાઈ
ભારતીય સંસ્કૃતિમાં સૌનું પોષણ કરનાર પરમ કૃપાળુ ભગવાન સમક્ષ નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. આ જ પરંપરા અનુસાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલ મ્છઁજી સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગર ખાતે અન્નકૂટ ઉત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.મ્છઁજી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે ૫૦૦ થી વધુ વાનગીઓથી તૈયાર થયેલ આ અન્નકૂટના દર્શન માટે શહેરના અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ સહિત શહેરની ભાવિક જનતા ઉમટી હતી. પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે તમામ શહેરજનોને નવા વર્ષે અંતરના શુભાશિષ પાઠવ્યા હતા. ભાવનગર શહેર-જિલ્લામા હર્ષોલ્લાસ ઉલ્લાસ સાથે લોકો ઉજવણી કરશે અરસપરસ સાલમુબાર ની શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે લોકો મંદિરમાં ભગવાનના દશૅન પૂજન-અચૅનનો લ્હાવો લઈ ખ્યાતનામ મંદિરોમાં ભગવાનને ધરવામાં આવેલ અન્નકૂટ ના દશૅન કરી નવા વષૅનો પ્રારંભ કર્યો હતો. વહેલી સવારથી લોકો પ્રાતઃ કમૅ સંપન્ન કરી નવા વસ્ત્રો-આભૂષણો ધારણ કરી ઘર-કુટુંબ સ્થિત વડીલો ના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના આરાધ્ય-ઈષ્ટદેવ-દેવીઓ ના દશૅન-પૂજન થકી નવા વર્ષની શરૂઆત કરી હતી, આ સાથે લોકો દુકાન, ફેક્ટરી સહિતના વ્યવસાયી એકમો માં નવા વષૅનુ શુકનવંતૂ મહૂતૅ સાચવી મંગલ કામનાઓ કરવામાં આવી હતી, આવશ્યક ચિઝવસ્તુઓના વિક્રેતા સિવાયનો વેપારી વગૅ લાભપાંચમ સુધી પોતાના વ્યવસાયો બંધ રાખી નવાવષૅની ઉજવણી કરે છે.

Previous articleનવાં વર્ષનાં આરંભે સૌરાષ્ટ અને કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમૌસમી માવઠાની શકયતા
Next articleભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા