કલોલ તાલુકાનાં બાલવા ગામે રેલ્વે ફાટક પાસે આવેલા હનુમાનજી મંદિરની દાનપેટી તુટવાની ઘટના બે દિવસ પુર્વે સામે આવતા કલોલ તાલુકા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને બાતમીદારોને કામે લગાડ્યા હતા.
દરમિયાન સર્વેલન્સ સ્ટાફનાં પીએસઆઇ તેમની ટીમનાં જવાનો સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે દાનપેટી તોડાનાર શખ્સો ચોરીનાં મુદ્દામાલ સાથે બાલવા ચોકડીથી પસાર થનાર હોવાની બાતમી હેડ કોનસ્ટેબલ પ્રકાશભાઇને મળતા વોચ ગોઠવીને આરોપી ગણેશજી રત્નાજી ઠાકોર (રહે રેલ્વે ફાટક પાસે, બાલવા) તથા હોમતાજી પોપટજી ઠાકોર (રહે બાલવા)ને ચોરીમાં ગયેલા રૂ.૧૮૦૮નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓએ અન્ય કોઇ મંદિરમાં ચોરી કરી છે કે કેમ તે જાણવા માટે તેઓની પૂછપરછ શરૂ કરી છે.