સાબરમતીમાં ૩ અ’વાદી ડૂબતા મોત, સ્વજનોનું હૈયાફાટ રૂદન

635
gandhi7518-1.jpg

વડનગર તાલુકાના વાઘડી પાસે આવેલી સાબરમતી નદીમાં ૩ અમદાવાદી યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા હતા. અમદાવાદ યુવાનો પોતાના મિત્રો સાથે અહીં ગયા હતા. દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે વાઘડીના રામદેવપીર મંદિર પાસેથી પસાર થતી સાબરમતીમાં ડૂબકી લગાવી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્રણેય મિત્રો ડૂબ્યા હતા. સાથે હાજર મિત્રોએ ૩ મિત્રોના મોતથી પોક મૂકી હતી.
સાબરમતીમાં ૩ યુવાનો ડૂબ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ નદીમાંથી યુવાનોને શોધીને બહાર કાઢ્યા હતા. પરંતુ તેમના જીવ બચાવવામાં સફળતા હાંસલ થઈ ન હતી. મૃતક યુવાનો ઘાટલોડિયા વિસ્તારના છે.

Previous article બાલવા હનુમાનજી મંદિરની દાનપેટી તોડનાર બે ઝડપાયા
Next articleનવયુગલોને સુખી લગ્ન જીવનના આર્શીવાદ પાઠવતા મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રી