નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઈએ નિકાહ કર્યા

99

કરાંચી, તા.૧૦
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં એક નાનાકડા સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. એજ્યુકેશન એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નિકાહની તસવીરો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે ઘણી સુંદર તસવીરો લોકો સાથે શેર કરી છે. મલાલા યુસુફઝાઈએ મંગળવારના રોજ પોતે આ વાતની પૃષ્ટિ કરી છે. નિકાહની અને પતિ સાથેની તસવીરો પોસ્ટ કરીને મલાલાએ લખ્યું છે કે, આજે મારા દિવસનો એક અમૂલ્ય દિવસ છે. જીવનસાથી બનવા માટે હું અને અસર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે અમારા પરિવારોની હાજરીમાં બર્મિંગહામમાં ઘરમાં જ એક નિકાહ સેરેમનીનું આયોજન કર્યુ હતું. અમના માટે પ્રાર્થના કરજો. અમે આગળના સફરમાં સાથે ચાલવા માટે ઉત્સુક છીએ. મલાલાએ સોશિયલ મીડિયા પર ચાર તસવીરો શેર કરી છે, જેમાં તેના પતિ અસર, અસરના માતા-પિતા અને મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝાઈ અને માતા તૂર પેકાઈ યુસુફઝાઈ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મલાલા યુસુફઝાઈ પોતાની નીડરતા માટે ઓળખાય છે. તે હંમેશા નીડર બનીને સમાજની બુરાઈઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. વર્ષ ૨૦૧૨માં મલાલાએ છોકરીઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો, જેના પરિણામે તાલિબાને તેને ગોળી મારી હતી. મલાલાને તે ગોળી માથા પર વાગી હતી. પરંતુ મલાલાએ જીવનની જંગ પણ જીતી લીધી હતી. મલાલા યુસુફઝાઈનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી. મહિનાઓ સુધી તેની સારવાર કરવામાં આવી, અનેક મોટી સર્જરી કરવામાં આવી હતી. ત્યારપછી તે પોતાના પરિવાર સાથે યુકેમાં રહેતી હતી. પિતાની મદદથી તેણે મલાલા ફંડની શરુઆત કરી. આ ફંડમાં જે પૈસા દાનમાં આવે છે તેનો ઉપયોગ દીકરીઓને શિક્ષણની તકો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. તેના કામને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર, ૨૦૧૪માં નોબલ પીઝ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડથી તેણે ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

Previous articleરાજયમાં ૩૬ કલાક સુધી ૧૫ લાખથી વધુ રીક્ષાઓ થંભી જશે
Next articleરાજસ્થાનમાં ટેન્કરની ટક્કરે બસમાં આગથી ૧૨ જણાનાં મોત