મુંબઈ,તા.૧૧
સોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સે ત્રણ અલગ અલગ પેઢીઓને સ્પર્શતી તેની હકારાત્મક, હળવીફૂલ અને રિલેટેબલ વાર્તારેખાને કારણે ટૂંક સમયમાં ભારતના સૌથી વહાલા શોમાંથી એક બની ગયો છે. આ શો ખુશી ફેલાવવા પર અને આપણી આસપાસના દરેકને મદદરૂપ થવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે તહેવારનો જોશ આગળ લઈ જતાં અને વાગલે કી દુનિયાના અદભુત અને વહાલા ક્રુ પ્રત્યે તેમનો આભાવ વ્યક્ત કરવા માટે બધા કલાકારોએ ટીમ માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. તેમણે ઉદાર યોગદાન આપ્યું હતું અને એકસામટી રકમ ભેગી કરી હતી, જે તેમણે શો માટે એકધાર્યા યોગદાન અને સમર્પિતતા માટે ક્રુ સભ્યોનો મોટો આભાર માનવા માટે હોમ એસેન્શિયલ્સ અને એપ્લાયન્સીસ ભેટ આપવા માટે ખર્ચ કરી હતી. આ ભેટસોગાદોથી નિશ્ચિત જ તહેવારની મોસમમાં ઉષ્મા અને હકારાત્મક જોશ ફેલાયા હતા. રાજેશ વાગલેની ભૂમિકા ભજવતો સુમીત રાઘવન કહે છે, દિવાળી વર્ષના જૂજ સમયમાંથી એક એવો છે જ્યારે બધા એકત્ર આવે છે અને કામ અને તાણ ભૂલીને ઉજવણી કરે છે. દિવાળી પાર્ટી પરફેક્ટ શોટ અને ડાયલોગ્સ યોગ્ય બોલવાની ચિંતા કર્યા વિના કનેક્ટ થવા દરેક માટે ઉત્તમ અવસર છે. અમારા ક્રુ અહોરાત્ર કામ કરે છે અને શોને સાકાર કરવા માટે તેઓ ખડેપગે રહે છે. અમે તેમને માટે અમુક વિશેષ કરવા માગતા હતા અન દિવાળી પાર્ટી ઉત્તમ સમયે આવી, જેથી અમે બધાએ આભાર વ્યક્ત કરવા માટે તેમને ભેટ આપવાનું નક્કી કર્યું અને અમારે માટે તેમણે જે કાંઈ કર્યું તેના માટે તેમના આભારી છીએ. ગત દોઢ વર્ષ દરેક માટે બહુ તાણયુક્ત રહ્યું ત્યારે અમારા ક્રુ અમારા બીજા પરિવાર જેવા છે, જેથી આ દિવાળીમાં તેમને માટે કશુંક વિશેષ કરવું તે અમારે માટે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. મને આશા છે કે અમે તેમને ખુશ કર્યા છે.
વંદના વાગલેની ભૂમિકા ભજવતી પરિવા પ્રણતી કહે છે, દિવાળીનો સૌથી મોટો ભાગ અને મહત્ત્વપૂર્ણ પાસું એકત્રપણાની ઉજવણી કરવા, આપણે જેમને પ્રેમ કરીએ તેમને કશુંક પાછું આપવા અને આપણો આભાર માનવા ઉત્તમ અવસર છે. વાગલે કી દુનિયા સારી રીતે ચાલી રહ્યો છે તેની મને ખુશી છે. બધા અમારી પર ભરપૂર પ્રેમ કરી રહ્યા છે, જે ખરેખર હૃદયસ્પર્શી છે. લોકો મોટે ભાગે અમારા પડદા પાછળના હીરો, અમારા સુંદર ક્રુ સભ્યોને ભૂલી જાયછે. આથી અમે તેમને સખત મહેનત માટે અને તે ધ્યાન બહાર રહ્યું નથી એવી જાણ કરાવવા માટે તેમનો આભાર માનવા તેમને માટે કશુંક વિશેષ કરવાનું નક્કી કર્યું હતું. અમે આ દિવાળીમાં કોઈકની જીવનમાં સ્મિત અને પરિવર્તન લાવવાની આશા રાખીએ છીએ.