શહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો

111

ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા એક કલાકની જહેમત બાદ મૃતકની ઓળખ થઈ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પરા વિસ્તારમાં રેલવે ફાટક નજીક હાદાનગર વિસ્તારમાં રહેતો એક શ્રમજીવી યુવાન ટ્રેન અડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના પરા વિસ્તારમાં આવેલ હાદાનગરમાં રહેતો અને સોપારી કાપવાની મજૂરી કામ કરતો જગદીશ બચુભાઈ ચૌહાણ ઉ.વ.આ ૪૫ ગઈકાલે ઢળતી સાંજે શહેરના કુંભારવાડા વિસ્તાર થી પરા વિસ્તારમાં જતી રેલ્વે લાઈન માં ફાટક પાસે કોઈ આકસ્મિક કારણોસર ભાવનગર ટર્મિનસ થી ઉપડેલી એક ટ્રેન અડફેટે આવી જતાં શ્રમજીવી ને ગંભીર ઈજા પહોંચી હતી જેને પગલે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ બનાવની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતકના વાલી-વારસદારો ને બોલાવી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત
Next articleભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી