ગુજરાત સરકારે દિવાળીના વેકેશનના દિવસો વધારી ૨૧ દિવસનું વેકેશન જાહેર કર્યું છે અને આ દિવસો દરમિયાન જો શાળાઓ શરૂ રહે તો તેની સામે કડક પગલા લેવાની ચેતવણી પણ આપી છે. જો કે, સરકારના નિયમો માત્ર કાગળ પર જ હોય છે અને તેનું પાલન માત્ર કહેવા પુરતું જ થતું હોય છે તે જ રીતે દિવાળી પુરી થતાં સોમવારથી જ શહેરની ખાનગી શાળાઓ શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને બોર્ડના ધોરણના વિદ્યાર્થીઓને સંચાલકો શાળાએ બોલાવી રહ્યા છે. ધો.૧ થી ૫ તો હજુ શરૂ થયા નથી પરંતુ કોરોનાના કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે સરકારની સુચનાનો ભંગ કરીને ચાલતી આ શાળાઓ સામે કોઇ પગલા લેવાશે કે પછી માત્ર આંખો બંધ કરીને બધુ જોવાતું જ રહેશે !?