ભાવનગર એલસીબીએ ઝડપી લઈ સિહોર પોલીસને સોપ્યો
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી ઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,શિહોર પોલીસ સ્ટેશનનાં લુંટનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ગીરીરજા ઉર્ફે ગીલો રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળો હાલ ટાણ ચોકડીએ હાજર છે. જે હકિકત આધારે ટાણા ચોકડીએ આવતાં ગીરીરાજ ઉર્ફે ગીલો તુલશીદાસ પરમાર ઉ.વ.૩૦ રહે.મુળ-ભુતડી તા.વિસાવદર જી.જુનાગઢ હાલ-ભુપતભાઇની વાડી,નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આમ,શિહોર પોલીસ સ્ટેશનના લુંટ તથા ગેંગ કેસનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી., ભાવનગરને સફળતા મળેલ છે.