બધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું

100

રાજસ્થાનમાં રાજકીય હલચલ વચ્ચે પરિવર્તનના સંકેત રાજસ્થાનમાં મંત્રીમંડળ ફેરબદલ પર પણ નિર્ણય લેવાશે
નવી દિલ્હી, તા.૧૨
દેશમાં આગામી વર્ષની શરૂઆતમાં થનારી વિધાનસભા ચૂંટણી અને રાજસ્થાનમાં જારી રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસ કેટલાક મોટા પરિવર્તન પર વિચાર કરી રહી છે. જેને લઈને જલ્દી જ પાર્ટી હાઈકમાન્ડ તરફથી એલાન થવાની સંભાવના છે. આ સિલસિલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સચિન પાયલટને દિલ્હી બોલાવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ પ્રેક્ષક ભૂપેશ બઘેલ આગામી વર્ષે થનારી યુપી ચૂંટણી માટે સોનિયા ગાંધી સાથે વાત કરશે. તેમણે શુક્રવારે સવારે ૧૦ જનપથ પહોંચીને સૌથી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને યૂપીમાં પાર્ટીનો ચહેરો બનીને ઉભરેલા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી. જે બાદ તેઓ સોનિયા ગાંધીને પણ મળશે. બીજી તરફ રાજસ્થાનમાં મોટા ફેરબદલની છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા છે. એક દિવસ પહેલા જ રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મળવા માટે બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજસ્થાનના રાજકીય ઘટના ક્રમ પર ચર્ચાની સાથે કેબિનેટમાં પરિવર્તનને લઈને વાત થઈ શકે છે. જલ્દી જ રાજસ્થાનમાં મંત્રીમંડળ વિસ્તાર અને ફેરબદલ પર પણ નિર્ણય લેવામાં આવશે. આ વર્ષે ૧૭ ડિસેમ્બરે ગેહલોત સરકારના ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ ત્રણ વર્ષમાં પાર્ટીની ખેંચતાણના કારણે કોઈ ફેરબદલ થયુ નહીં. આનાથી ધારાસભ્યોનુ એક જૂથ નારાજ પણ રહ્યુ છે. એવામાં કોંગ્રેસ આ અંદરો અંદર ક્લેશને ખતમ કરવા માટે પાયલટ સમર્થિત ધારાસભ્યને કેબિનેટમાં જગ્યા દેવી પડશે.

Previous article૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા
Next articleવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે