દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો

95

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો : અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૧૨
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા હેરાન પરેશાન છે. પરંતુ તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશની પ્રમુખ ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા. નવા જાહેર થયેલા ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ગઈ કાલના એટલે કે જૂના ભાવે જ થશે. નોંધનીય છે કે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો સતત ચાલુ છે. આજે ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે એસએમએસદ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ આઈઓસીતમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં આરએસપીઅને તમારા શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો.

Previous articleદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦
Next articleભાવનગર મહાનગરપાલિકાની ટીમ ઇંડા-નોનવેજનું જાહેરમાં વેચાણ કરતાં આસામીઓ પર ત્રાટકી