વંશાવલી સંસ્થાના પરમેશ્વર બ્રહ્મભટ્ટ અને શંભુજીરાવનું બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયું

942
guj852018-3.jpg

અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવધન રાષ્ટ્રીય સંસ્થાના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ તેમજ ગુજરાતના પ્રાંતના અધ્યક્ષ શંભુજીરાવ બારોટનું હાલમાં ચાલી રહેલ રાષ્ટ્રના તમામ બ્રહ્મદેવો પેડા વિભાગના તિર્થગોરના મહા સંમેલનમાં દ્વારીકાધીશની પ્રતિમા અર્પણ કરી સ્વાગત સાથે દબદબા ભર્યુ સન્માન કરતા રાષ્ટ્રના તમામ બારોટ ભાવનગરથી દ્વારીકા સુધી અને ઉત્તર ગુજરાતના વહીવંચા બારોટ સમાજમાં ખુશીનો માહોલ દ્વારીકા ક્ષેત્રના બ્રહ્મસમાજ અધ્યક્ષ અશ્વનીકુમાર દ્વારા ધર્મજાગરણના પ્રાંત સયોજક દેવેન્દ્રભાઈ તેમજ ક્ષેત્રિય અધિકારી કપીલભાઈનું પણ સન્માન કરાયું તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તાલુકા અને ગ્રામ વિસ્તારમાં યુદ્ધના ધોરણે વંશાવલી સદસ્યતા અભિયાન શરૂ જ છે. તેને વધુ વેગ આપી રાજ્ય સરકારમાં ગુજરાત રાજ્યમાં બારોટ સમાજની જન સંખ્યા સુપ્રત કરવાની હોય અને આગામી સમયમાં ગુજરાતભરના બારોટના ઉત્કર્ષના કામો હાથ ધરાશે પણ પ્રથમ ચરણ સદસ્યતા અભિયાન પર ભાર મુકાયો જે ભાવનગર અમરેલી રાજકોટ જામનગર, પોરબંદર, જુનાગઢ ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર બોટાદ સુધીના પ્રવાસે અને ખાસ કરીને સદસ્યતા અભિયાન માટે પ્રદેશ અધ્યક્ષ આગામી તા.૨૦-૫-૨૦૧૮ના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે તેમજ રાજુલા નજીક આદસંગ ધામે ઉદાસીબાપુના આશ્રમે રાજુલા બારોટ સમાજના દીલીપભાઈ બારોટ અને અમરૂભાઈ બારોટ દ્વારા રાખેલ કાર્યક્રમમાં શાંતિદાસ બાપુ રાજકોટના હસ્તે સમાધી પુજન થશે ત્યારબાદ વંશાવલીની બેઠકમાં સદસ્યતા અભિયાન તેમજ સંસ્થા વિશે માર્ગદર્શન અપાશે જેમાં ખાસ ઉપસ્થિત ગુજરાત અધ્યક્ષ શેભુજીરાવ, યુવા પ્રકોષ્ટ અધ્યક્ષ હીતેશભાઈ બારોટ ગુજરાત ખજાનચી સતીષભાઈ ધર્મ જાગરણના દેવેન્દ્રભાઈ તથા કપીલભાઈ ખાસ ઉપસ્થિત રહેશે.

Previous articleસાળંગપુર અને ભીમનાથ ખાતે ટી.બી રીવ્યુ મીટીંગ
Next articleજાફરાબાદનાં વાંઢ ગામે અલ્ટ્રાટેક દ્વારા જુનુ તળાવ ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભ