અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા દ્વારા જાફરાબાદના વાંઢ ગામે જુનુ તળાવ ઉંડુ ઉતારવા કંપનીની માનવતાની મહેક પ્રસરી જેસીબી લોડર સહિત વાહનોથી યુધ્ધના ધોરણે કામ શરૂ કરતા સરપંચે શુભેચ્છા પાઠવી હતી.
અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા દ્વારા જાફરાબાદના વાંઢ ગામે ગામનું જુનુ તળાવ ઉંડા ઉતારવાથી ગામ તળમાં ઘુસી ગયેલ દરિયાના ખારા પાણીથી ગામના ખેડુતોની જમીનમાં પણ ખારાશ વધી ગઈ હોય પણ અલ્ટ્રાટેક કંપનીમાં ગામના સરપંચ ભૂપતભાઈ રામભાઈ શીયાળના પ્રયાસોથી કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોબ ગામની પાણીની સમસ્યા માટે કંપનીના વાહનો જેસીબી લોડર સહિત મોકલી યુદ્ધના ધોરણે ટેકનીકલ ભરતભાઈ શિયાળના માર્ગદર્શનથી શરૂ કરાતા ગામ આગેવાનો વલ્કુભાઈ કોટીલા સહિત હાજર રહી સરપંચની કામગીરીને બીરદાવેલ.