વાંચીને સ્તબ્ધ થઇ ગયા ને ? પણ જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમે પણ આ વાતનો સ્વીકાર ચોક્કસથી કરશો જ. ચાલો તો વાત કરીએ સવારથીજ સવારમાં ઉઠીને સ્નાન, વોશરૂમ અને નાસ્તો આ ૩ ક્રિયામાં આપણે ઉપયોગ કરીએ છીએ પાણી અને ગેસનો પાણીમાં જીવ હોવાનું સબુત ૧૦ દિવસ સુધી પાણી એક બોટલમાં બંધ કરી રાખો ૧૧માં દિવસે તેને સુંઘસો તો એમાં ગંદી વાસ મારશે મતલબ કે બંધ પાણીમાં પણ કોઈક જીવિત વસ્તુ કામ કરી રહી છે. આગળ જતા નાહવા અને નાસ્તા માટે ગેસ, ગેસ જયારે પેટાવામાં આવે છે ત્યારે આપણી આસપાસ રહેલ હવાના જીવો જે સૂક્ષ્મ છે જેને આપણે ફક્ત દૂરબીન વળે જોઈ શકીએ છીએ તેવા જીવો ગરમ વરાળના લીધે મરી જાય છે આની પણ સાબિતી આપું તમારા પગ ઉપર કે ચામડી ઉપર ગરમ ગરમ પાણી નાખો તમારી ચામડીમાં ફોલ્લા પડી જશે, આગળ જતા ઘરેથી નીકળીને ઓફિસ જાવ છો તો રસ્તામાં રહેલ નાના નાના કીડી-મકોડા જે તમારી ગાડીના પૈડાં નીચે આવા ચકદાઈને મરી જાય છે. ઓફિસ પર આવીને તમે પેપર, લેપટોપ અને એસીનો ઉપયોગ કરો છો, પેપર બને છે લાકડામાંથી અને લાકડું આવે છે ઝાડમાંથી જેમાં જીવ છે એટલેજ પાંદળા આવે છે. લેપટોપ અને એસી ચાલે છે વીજળીથી વીજળી બને છે પાણીમાંથી અને પાણીમાં જીવ છે તેનો પુરવાર મેં આગળ જ કરી દીધો, મોજ શોખ ખાતર કપડાં, ચંપલ કે પર્સ આ બધું બને છે જાનવરની ચામડી માંથી, જમવા માટેની વસ્તુઓ મળે છે ઝાડ માંથી, સુવા માટેના પલંગ અને કાપડની ચાદર બને છે ઝાડમાંથી આમ તમે જાતેજ તપાસી લ્યો સવારથી રાત્રે સુતા સુધીમાં તમે દરેક વસ્તુ માટે ૧-૧-૧ એમ કરીને રોજે રોજ લાખો જીવોની તમે હત્યા કરો છો તેમ છતાં ઈશ્વર રોજ તમને રાત્રે સુવડાવ્યા પછી હર્ષ અને ઉલ્લાસ સાથે ઉઠાડે છે. મને પણ ખબર છે કે આ બધી દૈનિક ક્રિયા વગર આપણો જીવનનિર્વાહ શક્ય નથી પરંતુ આ જિંદગીના અમુક અજાણ્યા ખુલાસા આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું જેને આપણે જાણીને પણ અજાણ્યા રાખીયા છે. જેમાંનું એક કે ક્યારેક ને ક્યારેક મારવાનું તો નક્કી જ છે જે આપણે જાણીએ જ છે તેમ છતાં કાલની આપણને ખબર નથી તો પણ આપણે બધાજ આજથી ૬-૮ મહિના પછીનું ટ્રેન અને પ્લેનનું કે પછી હોટલ અથવા પર્યટનનું ગોઠવણ કરીએ છીએ કારણ એકજ છે કે આપણે આજે પણ પરમકૃપાળુ ઈશ્વરમાં વિશ્વાસ ધરાવીએ છીએ.
ભાવિક બી. જાટકીયા
સુરત, ૮૪૬૦૮૮૫૯૫૪