ભાવનગર શહેર સ્થિત ન્યાય મંદિર ખાતે નાગરિક સુવિધા લીગલ સર્વિસીઝ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ભાવનગર કોર્ટમાં ન્યાય અર્થે આવતા લોકોને ન્યાય સંકુલમાં સરળ સેવાઓ તુરંત પ્રાપ્ત થાય તેવા હેતુસર મિડીયેશન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગુજરાત હાઈકોર્ટના સીવીલ જજ એમ.આર. શાહ તથા સોનીયાબેન ગોકાણી દ્વારા આ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ન્યાયીક બાબતો તથા વિવિધ પ્રશ્નોનું એક જ સ્થળે ઉકેલ આવે તેવી વ્યવસ્થા માટે ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ જે.જે. પંડયા સતત પ્રયત્નશીલ હતા. આ ઉપરાંત ભાવનગર કાનુની સેવા સત્તા મંડળના હોદ્દેદારોએ સેવા શરૂ થાય તે માટે અંગત રસ દાખવ્યો હતો. આ પ્રસંગે ચીફ જજો દ્વારા આ સેવાનો લોકો મહત્તમ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.