ભાવનગરના રંઘોળા ગામે મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં 8 શખ્સોએ જીવલેણ હથિયારોના ઘા ઝીકી યુવાનની હત્યા કરી

550

ગામમાં કોઇ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ગત મોડીરાત્રે આજ ગામનાં યુવાનની સામાન્ય બાબતે ધારદાર હથિયારો વડે હુમલો કરી મોત નિપજાવી નાસી છુટ્યા હતાં.
સમગ્ર બનાવ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામના 25 વર્ષીય વિપુલ સુરેશભાઈ કુવાડીયાને ગત મોડીરાત્રે રંઘોળા ગામના 8 શખ્સો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આશરે દોઢ વર્ષ પૂર્વે અનિલ સાથે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો જેની દાઝ રાખી ગઈકાલે મોડીરાત્રે આ ઝઘડો ઉગ્ર બનતા 8 શખ્સોએ છરી, ધોકા, પાઈપ તથા તિક્ષ્ણ હથિયારો વડે યુવાન વિપુલ તથા સંજય પર તૂટી પડ્યાં હતાં અને ઉપરાછાપરી હથિયારોના ઘા ઝીકી વિપુલની હત્યા કરી નાસી છુટ્યા હતાં. સંજય ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ઉમરાળા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્જો લઈ સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આ બનાવ સંવેદનશીલ હોય આથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે ગામમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવને પગલે હોસ્પિટલમાં અહિર સમાજના ટોળેટોળાં એકઠા થયા હોવા સાથે રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.

Previous articleભાવનગરમાં બે અલગ અલગ ઘટનાઓમાં અબોલ જીવોનાં મોત, 30 કબુતર અને આઠ ઘેટાં-બકરાંના મોત
Next articleભાવનગર જિલ્લા જેલમાં મહિલા કેદીએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો,