કષ્ટભંજનદેવ સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી નિમિતે શાકભાજીનો દિવ્ય શણગાર

94

સાંજના ૩ઃ૩૦થી ૬ઃ૩૦ સુધી હાટડી દર્શનનું આયોજન
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એકાદશી નિમિતે શાકભાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, તથા સાંજે હાટડી દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી(તુલસી વિવાહ) નિમિતે તા.૧૫-૧૧-૨૦૨૧ને સોમવારના રોજ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને દિવ્ય વાધા એવં રીંગણ, દુધી, મોગરી, મુળા વિગેરેનો શણગાર કરવામાં આવ્યા હતો.દાદાને શણગાર આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવેલ. તેમજ સાંજના ૩ઃ૩૦થી ૬ઃ૩૦ સુધી હાટડી દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સફેદ-લીલા-કાળા રીંગણ, ટીંડોરા, જીણી રીંગણી, તીખી મરચી, કેપ્સીકમ મરચા, લીંબું, કાચા પપૈયા, શેરડી, કાચાર્કેળા, દુધી, વાલોળ, સુરણ, આદુ, ગુવાર, ચોળી, લીલાધાણા, ટામેટા, તુવેર, કોબીજ, ફુલેવર, વટાણા, ફુદિનો, અડવીનાં પાંદ વિવિધ પ્રકારના શાકભાજી દાદાને ધરાવવામાં આવ્યો હતો. હનુમાજી દાદાને વિવિધ પ્રકારની વિવિધ શાકભાજીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleભાવનગર જિલ્લા જેલમાં મહિલા કેદીએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો,
Next articleભાવનગર જિલ્લા કાર્યાલય નિર્માણ ખાતમુહર્ત અને સ્નેહમિલન સમારંભ યોજાયો