ભાવનગર જિલ્લા કાર્યાલય નિર્માણ ખાતમુહર્ત અને સ્નેહમિલન સમારંભ યોજાયો

122

સી.આર.પાટીલ એ ભાવનગર જિલ્લા ભાજપને ખખડાવ્યા : ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં જગ્યા ખૂબ જ ટૂંકી જગ્યા હોવાનું સી આર પાટીલે જણાવ્યું : હવે ૈંઁજી અધિકારીઓ પણ ધારાસભ્યના ફોન ઉપાડશે : પાટીલ
ભાવનગર શહેરના નારી ચોકડી નાની ખોડિયાર મંદિર નજીક ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય નિર્માણ ખાતમુહર્ત અને સ્નેહમિલન સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ ખાતમુહર્ત કાર્યક્રમ અને સ્નેહમિલન યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ તેમજ વિવિધ દેવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું સન્માન ફુલહાર પહેરાવી કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નું પણ સ્વાગત કરાયું હતું. ભાવનગરની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને કાર્યકર્તાઓને ટકોર કરવામાં આવી હતી. આગામી ચૂંટણીને લઈને તમામને તૈયારીઓ શરુ કરવા અંગે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યુ હતું. સાથે જ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે પ્રકારે કોઈ અધિકારીઓ ધારાસભ્ય ના ફોન ઉપાડતા નહીં તેને લઈને સીએમ દ્વારા તમામ અધિકારીઓને ધારાસભ્ય ના ફોન ઉપાડવા માટે કડક સૂચના આપી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાના ભાષણ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ કાર્યાલય બનાવવામાં જગ્યા ખૂબ જ ટૂંકી જગ્યા હોવાનું અને કાર્યાલય બનાવવામાં ખૂબ મોડું થયું હોવાનું પણ જણાવ્યું હતું.આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ આમ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા કાર્યાલયના નવનિર્માણ ખાતમુહૂર્ત અને સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી આર સી મકવાણા, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકષ્ટભંજનદેવ સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી નિમિતે શાકભાજીનો દિવ્ય શણગાર
Next articleપરંપરાગત રંગત સાથે બાલકૃષ્ણ-તુલસીવૃદાના વિવાહ સંપન્ન