આધ્યાત્મિક ધરોહર-વિરાસતને પેઢી દર પેઢીએ જાળવણી જતન સાથે ભક્તિ ભાવમાં ઉત્તરોત્તર વધારો સાથે પ્રચાર પ્રસાર માં મહેર કલા ના પિયર ભાવેણા વાસીઓએ આધ્યાત્મિકતા ની ઉજળી પ્રથા એવાં “દેવ વિવાહ” એટલે કે ભગવાન બાલકૃષ્ણ અને માતા તુલસીવૃદા ના શુભાશુભ વિવાહ રંગેચંગે ધર્મોઉલ્હાસ સાથે સંપન્ન કર્યાં હતાં આ પ્રસંગે ભાવનગર શહેર-જિલ્લામાં અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમો નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીએ ભગવાન ઠાકોરજી ના રૂડાં લગ્નોત્સવ યોજવામાં આવે છે ગત વર્ષે કોરોના મહામારી ના ભય ને પગલે તુલસી વિવાહ ના ઔપચારિક આયોજનો કરવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સંપૂર્ણ પણે નિયંત્રણમાં હોય અને સરકાર-તંત્ર દ્વારા પણ આ અવસરે કોઈ પાબંદી ન હોવાનાં કારણે લોકો નો આધ્યાત્મિક ઉત્સાહ બેવડાયો હતો શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહ ના આયોજનો કરવામાં આવ્યાં હતાં જેમાં લોકો એ ઢળતી સાંજે ઠાકોરજીને સુંદર વાઘા માં સજાવી જાડેરી જાન જોડી માતા તુલસીવૃદા ના લગ્ન મંડપ સુધી વરઘોડા સાથે પહોંચ્યા હતા આ વરઘોડામાં ડીજે ઢોલ શરણાઈ ની સુરાવલીના સથવારે ભગવાનના વરઘોડામાં મન મૂકીને નાચ્યાં હતાં લગ્ન મંડપે પહોંચેલી ભગવાનની જાનનું ભવ્ય સામૈયું કરી ઉષ્માભેર આવકાર્યા હતાં ત્યારબાદ બ્રાહ્મણો એ વેદ ઋચા ના શ્લોક ઉચ્ચારણ સાથે વૈદિક વિવાહ કાર્યનો આરંભ કર્યો હતો અને માતા તુલસીવૃદા ના કન્યાદાન સાથે હસ્તમેળાપ મંગળ ફેરા સાથે લગ્ન વિધિ સંપન્ન થઈ હતી જાનૈયાઓ ને કન્યા પક્ષના લોકો એ ભાવથી વિદવિદ ભાતના ભોજનીયા પિરસ્યા હતાં અને આગ્રહ સાથે જમાડ્યા હતાં વહેલી પરોઢે કન્યા વિદાઈ ટાણે માહોલ ગંભીર બન્યો હતો અને ફટાણા ના સ્થાને કન્યા વિદાઈ ના ગીતોએ લોકો ભાવાશ્રૃમા તરબોળ બન્યાં હતાં.
તુલસીવૃદા ના વિવાહ ને લઈને શહેર-જિલ્લામાં ભક્તિ ભાવની અદ્દભૂત ઝાંખી જોવા મળી હતી.