ફરીથી બદલાઈ “ગંગુબાઈ કાઠિયાવાડી”ની રિલીઝ ડેટ

143

સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને જોવા માટે ફેન્સને હજી થોડી વધારે રાહ જોવી પડશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ કેટલીયવાર પાછી ઠેલાઈ છે અને હવે વધુ એકવાર નવી રિલઝ ડેટ સામે આવી છે. થોડા મહિનાઓ પહેલા સંજય લીલા ભણસાલીએ જાહેરાત કરી હતી કે, ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થશે. પરંતુ હવે ભણસાલી પ્રોડક્શન તરફથી ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેની માહિતી આપતું પોસ્ટ શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, “અમને જણાવતાં આનંદ થાય છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. સંજય લીલા ભણસાલી અને ડૉ. જયંતીલાલ ગડા ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.મહત્વનું છે કે, એસ.એસ.રાજમૌલીની ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મ સાથે ક્લેશ ટાળવા માટે ગંગુબાઈ કાઠિયાવાડીના મેકર્સે રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે.

Previous articleભાવનગર જિલ્લામાં આયોજનના અભાવે ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ બંધ
Next articleદ્રવિડની જેમ જ લક્ષ્મણે પણ પહેલી વખત તો બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો