મહાપાલિકા કચેરીના મુખ્ય ભાગ તેમજ ડાબા અને જમણા ભાગમાં હેરિટેજ પ્લાન્ટ રીનોવેશન થશે
ભાવનગર મહાપાલિકા કચેરીના મુખ્યભાગ સહિતનું રીનોવેશન કામ કરનાર આવનાર છે જેનું ખાતમુહૂર્ત મેયર કિર્તીબેન દાણીધારીયાના હસ્તે કરાયુ હતું. મહાપાલિકાના સ્વ ભંડોળમાંથી રૂા.52 લાખના ખર્ચે મહાપાલિકા કચેરીના મુખ્ય ભાગ તેમજ ડાબા અને જમણા ભાગમાં હેરિટેજ પ્લાન્ટ સાથે રીનોવેશન કરવામાં આવનાર છે. ભાવનગર મહાનગરપાલિકાનું બિલ્ડીંગ બધી બાજુથી જર્જરિત હાલતમાં હોય જેને લઈ બિલ્ડીંગને રીનોવેશન કરવા માટે આજે મનપા પટાંગણમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું મેયર કિર્તીબેન દાણીધારીયાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું.
ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાનું બિલ્ડીંગ 55 વર્ષ જૂનું હોય જેને બધી બાજુથી જર્જરિત હાલતમાં હોય જેને લઈ બિલ્ડીંગને રીનોવેશન કરવું જરૂરી બન્યું છે, મહાપાલિકા કચેરીના મુખ્ય ભાગ તેમજ ડાબા અને જમણા ભાગમાં હેરિટેજ પ્લાન્ટ સાથે રીનોવેશન કરવામાં આવનાર છે. મહાપાલિકા કચેરીના રીનોવેશનનું કામ ચારેક માસમાં પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહિત વિવિધ કમિટીઓના હોદ્દેદારો, કમિશ્નર ગાંધી સહિત અધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.