સીદસર ગામના મેઘાનગર વિસ્તારના અંદાજે ૧૦૦ રહેણાંકી મકાનોમાં પીવાના પાણીની કોઈ જ સુવિધા છે જ નહીં. કેટલાય સમયથી તે વિસ્તારના લોકો પાણી માટે વલખા મારે છે. અન્ય વિસ્તારમાં જઈને પાણી લાવવું પડે છે. બહેનોને ઘરકામની સાથે તેમજ ખેતી કામની સાથે પાણી લેવા માટે દોડાદોડી કરવી પડે છે. પોતાનો સમય પાણી માટે બગાડવો પડે છે. સીદસર ગામ કોર્પોરેશનમાં ભેળવ્યા બાદથી આ સુવિધા વેરવિખેર થઈ ગઈ છે. પાયાની જરૂરીયાતો પણ આપવામાં આવતી નથી. હવે આ વિસ્તારને પ્રાથમિક સુવિધા નહીં મળે તો વિસ્તારના પુરૂષો, વૃધ્ધો, મહિલાઓ, બાળકો અને કોર્પોરેશન ઓફીસે દેખાવો કરવાનો વારો આવશે તેવી ચિમકી આપી કમિશ્નર સમક્ષ રજૂઆત કરેલ.