યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા તા.૧૬ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન કાયાવરોહણ ખાતે યોજાઈ ગયેલી ગુજરાત સ્ટેટ યોગાસન સ્પર્ધા માં કુંભારવાડા,અક્ષર પાર્ક જેવા અતિ પછાત વિસ્તાર માં આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં. ૫૨ ના ગરીબ અને મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા તથા ભાવનગર નું નામ રોશન કરેલ છે. જુનિયર કેટેગરી માં આર્ટીસ્ટીક યોગાસન પેર ઇવેન્ટમાં મેર રોહન ની સાથે ધો.૮ નો વિદ્યાર્થી રાઠોડ જયપાલ રાજેશભાઈ એ રાજય કક્ષા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ અને જુનિયર કેટેગરી માં ટ્રેડીશનલ યોગાસન ઇવેન્ટ માં ધો.૮ નો વિદ્યાર્થી મિસ્ટર યોગી સોલંકી કરણ મોહબતભાઈ રાજય કક્ષા એ તૃતીય નંબર આવેલ છે. જેઓ ૩૦-૧૧-૨૧ના રોજ નેશનલ યોગાસન સ્પર્ધા ભાગ લેવા દિલ્હી જશે. યોગ માર્ગદર્શક શિક્ષક તરીકે સેવા આપતા ભગીરથભાઈ દાણીધારિયા તેમજ ગુજરાત રાજ્ય ના યોગ નિષ્ણાત ડો.આર.જે. જાડેજા, એન.કે.જાડેજા, રવતુભા ગોહિલ ના માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. નેશનલ યોગાસન સ્પોર્ટસ ફેડરેશન ના રાષ્ટ્રીય અધિવેશન માં પણ શાળા ના વિદ્યાર્થીઓ પીરામીડ ટીમ નિદર્શન માટે અમદાવાદ કૃતિ રજુ કરેલ હતી. ગુજરાત સ્ટેટ યોગાસન સ્પર્ધા માં શ્રેષ્ઠ દેખાવ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમન શિશિરભાઈ ત્રિવેદી,ડે. ચેરમન રાજદીપસિંહ જેઠવા, શાસનાધિકારી ડો. યોગેશભાઈ ભટ્ટ, શાળા ના આચાર્ય ઝુબેરભાઈ કાઝી તથા શાળા પરિવાર એ અભિનંદન પાઠવેલ છે.