ભાવ. જિલ્લાનો ૧૫૨ કિલોમીટરનો દરીયાઈ તટ સંવેદનશીલ હોવા સાથે સુરક્ષા વ્યવસ્થાની દષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ : રાજ્યમાં સમુદ્રી માર્ગે વારંવાર ઝડપાઈ રહેલ ડ્રગ્સના જથ્થાને પગલે સમુદ્રી સુરક્ષા અંગે કેન્દ્ર એ અહેવાલ માંગ્યો
ગુજરાત રાજ્યને ૧૬,૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે જે પૈકી સૌથી લાંબો સમુદ્રી તટ ભાવનગર જિલ્લામાં આવેલો છે ભાવનગર જિલ્લામાં ૧૫૨ કિલોમીટર નો તટ મૌજુદ છે આ સમુદ્ર કાંઠા અંગે સુરક્ષા વ્યવસ્થા અંગે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે જે અંગે નો વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારની સુરક્ષા વિભાગ દ્વારા માંગવામા આવ્યો. રાજ્ય માં સૌરાષ્ટ્ર ના સમુદ્ર તટે બે અતિ મહત્વપૂર્ણ ઉદ્યોગ અને એક સમયે સમુદ્રી પ્રવેશદ્વાર ગણાતા ભાવનગર જિલ્લાના દરીયા કિનારા અંગે સુરક્ષા વ્યવસ્થા અંગે હાલમાં શું અને કેવા પ્રકારના પગલાં ઓ લેવામાં આવ્યા છે. એ અંગે ની વિસ્તૃત માહિતી કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા મંગાવવામાં આવી છે તાજેતરમાં રાજ્ય ના દ્વારકા સહિતના દરિયામાંથી છાશવારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ તથા અન્ય કેફી પદાર્થો ની હેરાફેરી સમયે સતર્ક સુરક્ષા એજન્સી ઓ દ્વારા ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવી કરોડો રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થાને કબ્જે કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓ આ મુદ્દે સતર્ક બની છે અને સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સાથે સુરક્ષા મુદ્દે ખૂટતી કડીઓ સત્વરે જોડવા અને ખામી-કમીઓ દૂર કરવા કમર કસી છે આ અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લા ના ૧૫૨ કિલોમીટર લાંબા દરીયા કિનારા માટે જિલ્લા સુરક્ષા વિભાગ દ્વારા હાલ કેવા પગલાં સાથે કેવી સવલતો પ્રાપ્ય છે એ અંગે અહેવાલ માંગવામા આવ્યો છે ત્યારે આ અંગે સરકારી વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ભાવનગર મરીન પોલીસ દ્વારા ૧૫૨ કિલોમીટર ના તટપર અલગ અલગ ૪ થાણા બનાવવામાં આવ્યા છે અને સાગર તટરક્ષક મરીન પોલીસ ના ૧૩૫ જેટલા પોલીસ જવાનો રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે. ભાવનગર મરીન પોલીસ પાસે જેતે સમયે દરીયામાં પેટ્રોલીંગ માટે ૩ અદ્યતન સ્પિડબોટ ઉપલબ્ધ હતી પરંતુ આ ત્રણ પૈકી એક જ બોટ હાલમાં કાર્યરત છે જયારે બે બોટ ટેકનિકલ ફોલ્ટ ને પગલે બંધ હાલતમાં છે ભાવનગર ના દરીયાઈ સિમાના રખોપા માટે દક્ષિણ ગુજરાત ના સુરત સ્થિત હજીરા બંદરગાહ થી અદ્યતન સાધનો ટેકનોલોજી થી સજ્જ વિશેષ ટીમ પેટ્રોલીંગ માટે આવતી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના સમુદ્ર ની સુરક્ષા રાજ્ય ના અન્ય કિનિરાની સુરક્ષા ની બરાબરી એ અપુરતી હોવાનું ચોક્કસ ગણી શકાય.